જુનાગઢ જીઆઇડીસી માં લોખંડ કાપવાનુ 30 હજારની કિંમતનું ઇલેકટ્રીક મશીન ચોરી કરનાર ચોરને જુનાગઢ પોલીસે પકડી પડ્યો

Share to


જુનાગઢ, જી.આઇ.ડી.સી.-૨, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફીસ ખાતેથી ચોરી કરનાર રીઢા ઇસમને રૂ.૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વણ-શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ -એ” ડિવીઝન પોલીસ

. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા લોકોની મીલ્કતનુ રક્ષણ થાય અને ચોરી, ચીલઝડપ, લુટ, ધાડ, ઘરોફડ જેવા મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકે અને આવા ગુન્હા બને તો કેવી રીતે આરોપીને મુદામાલ સાથે શોધી મુદામાલ ભોગ બનનારને પરત આપાવી શકાય તેવી પરીણામલક્ષી કામગીરી કરી શકાય તે માટે અવાર નવાર સલાહ/સુચનો
આપવામાં આવેલ હોય.
જે અનુસંધાને જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરીફભાઈ હાજીભાઇ મંધરા, રહે.- જુનાગઢ વાળા ફાઇવ સ્ટાર ઇન્ફ્રાસ્ટ્રકચર એજેન્સીમાં પગી તરીકે કામ કરતા હોય અને સુંદર એજેન્સીનુ કામ જી.આઇ.ડી.સી.-૨ માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફીસનું બાંધકામ ચાલતુ હોય દરમ્યાન કોઇ અજાણી વ્યકતી સદર સ્થળેથી લોખંડ કાપવાનુ ઇલેકટ્રીક મશીન ચોરી કરી લઇ ગયેલ હોય વિ. મતલબે જાહેરાત આપતા જુનાગઢ ‘એ’ ડિવી.પો.સ્ટે.ખાતે ગુ.ર.ન. ૧૧૨૦૩૦૨૩૨૪૦૩૮૬/૨૦૨૪ આઇ.પી.સી.ક. ૩૭૯. વિ.મુજબ વણ શોધાયેલ ગુન્હો રજી થયેલ હોય જે શોધી કાઢવા “એ ડિવીઝન પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી વી.જે.સાવજ સાહેબે તુરત જ ગુન્હા નિવારણ શાખાના સ્ટાફને આ કામના ચોર તથા મુદામાલ શોધવા સૂચના આપતા ગુન્હા નિવારણ શાખાના એ.એસ.આઇ. સરતાજ સાધ તથા પો.કોન્સ. સાજીદખાન બેલીમ નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મેળવી આ કામના રીઢા ચોર ઇસમ એજાજશાહ ઇસ્માઇલશાહ રફાઇ જાતે-ફકીર, રહે.જુનાગઢ સુખનાથ ચોક, ખાપરા કોઢીયાની ગુફા પાસેથી
મુદામાલ સાથે પકડી પાડીયો હતો વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢેલ.

(2) જુનાગઢ પોલીસે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલા- (૧) ફોર્ટ ઇ કંપનીનુ મશીન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ (૨) રીયલમી એન્ડ્રોઇડ મો. ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦/-(૩) ગેસના બાટલો મોટો નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-(૪) ગેસના બાટલા મોટો નંગ-૦૨ કિ.રૂ.૫,૦૦૦/-

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed