December 20, 2024

જૂનાગઢમાં આયુર્વેદિક હર્બલ સીરપના નામે ઉત્પાદન વેચાણ કરીને લોકોના સ્વશ્ય સાથે ચેડા કર્તાહતા પાંચ લાખથી વધારે કિંમતની ઇથાઇલ આલ્કોહોલિક કેફીપીણાની 3416 બોટલ સાથે બે ઇસમોને જુનાગઢ પોલીસે પકડીને ગુન્હો દાખલ કર્યો બોટલો લેબ માટે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલવામાં આવી

Share to




જૂનાગઢ માં આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનું ઉત્પાદન કરી તેમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઇશો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઇરાદે હર્બલ સીરપના નામે વેચાણ કરતા ત્રણ ઇસમો વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરપીંડી/વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ કરાવતીજૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ


જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય, તમેજ ગે.ઠા. રીતે આધાર પુરાવા વગરની આયુર્વેદિક આલ્કોહોલ યુક્ત દવાની બોટલોનુ વેંચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા થયેલ સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને સંયુકત્તમાં બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ જોષીપરા, આંબાવાડીમાં આશિયાના સોસાયટી આગળ રોડ ઉપર “ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાનવાળો મુકેશભાઇ ધનશ્યામભાઇ સીધી પોતાની કબ્જા ભોગવટાની ઉપરોક્ત દુકાને ગે.કા. રીતે દુકાનમાં આધાર પુરાવા વગરની આયુર્વેઠીક આલ્કોહોલ યુક્ત દવાની બોટલો રાખી તેનું વેચાણ કરે છે અને હાલ તેની આ પ્રવ્રુતી ચાલુ છે. તેવી ચોક્કસ હકિકત મળેલ હોય. જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા દુકાનમાંથી જુદી જુદી નામના સીરપની પ્લાસ્ટીકની બોટલો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી જે-તે સમયે ડીવીઝન પો.સ્ટે. જાણવા જોગ નંબર-૦૮/૨૦૨૩ તા.૦૯/૦૬/૨૦૨૩ થી રજી. કરી કેમીકલ તપાસણી અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ. જે તમામ મુદામાલમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઇશો પ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ. આમ, આરોપીઓ દ્વારા ઇથાઇલ આલ્કોહોલ તથા આઇશો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત ભેળસેળ વાળુ કે જે બોટલો 100% હર્બલ ન હોવા છતા લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઇરાદે કે જે અખાધ હોય જેનો ઉપયોગ કેમીકલ પ્રોડકટ તરીકે તથા હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પુરી સંભાવના હોવાનું જાણવા છતા આયુર્વેદીક બોટલોમાં ઉમેરી નાગરીકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકશાનકારક કેમીકલ તથા ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ ઉમેરી વૈચાણ કરવાના ઇરાદે ગુન્હાહીત કાવતરૂ રચેલ હોય. જેથી તેઓની સામે જૂનાગઢ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. પ્રોહી એકટ કમુજબ ગુન્હો ર,જી, કરાવવામાં આવેલ. છે

જુનાગઢ પોલીસ દ્વારા(1) સ્ટોનરીષ્ઠ આસાવા-અરિષ્ટા 375 મિલી હર્બલ ટોનિક પ્લાસ્ટીની છૂટી
બોટલ નંગ – ૨૦ કિ.રૂ.3,000/-
(૨) કાલ મેઘસવ આસવા-અરિષ્ટ 400 મિલી પ્લાસ્ટીની છૂટી પોટલ નંગ-15
કિ.રૂા. ૨૩૮૪/-(3) સુનિન્દ્ર આસવ-અરિષ્ટા 400 મિલી પ્લાસ્ટીની બોટલ નંગ-૩૦ ડિ.૩૮. ૪૫૦૦/(૪) ખાખી કલરના પુઠાની પેટી ઉપર HERBAL લખેલ તેવી કુલ – ૧૨૬ પેટી જે એક પેટીમાં ૨૫ બોટલ લેખે કુલ ૧૨૬ પેટીમાં ૩૧૫૦ બોટલ એક સરખી જે બોટલ પર KAL MEGHASAVA ASAVA-ARISHTA 400 ml કુલ બોટલ નંગ – ૩૧૫૦ બોટલની કિ.રૂા. ૪,૬૯,૩૫૦/– (૫) ખાખી કલરના પુઠાની પેટી ઉપર SUNNIDRRA ASAV-ARISHTA 400 ml લખેલ તેવી કુલ – ૫ પેટી જે એક પેટીમાં – ૪૦ બોટલ કુલ-૨૦૦ કિ.રૂા. ૩૦,૦00/-કુલ બોટલ- ૩૪૧૬ તથા કિ.રૂ.૫,૦૯,૨૩૪/-
મુદ્દામાલ કબજે કર્યો

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.  જે.જે. પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વરજાંગભાઈ બોરીયા દ્વારા આરોપીઑ (૧) મુકેશભાઈ ઘનશ્યામભાઈ બજાજ  (૨) આદીલભાઇ દાઉદભાઈ મુલ્લા, નાગોરી  પકડી પાડવામાં આવ્યા હતા અટક કરવા પર બાકી આરોપીઃ-(૩) લખધીરસિંહ જાડેજા  ભાવનગર

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed