October 4, 2024

સી આર પાટીલ નું બોડેલી ખાતે બુથ પ્રમુખ સંમેલન

Share to

સી આર પાટીલ નું બોડેલી ખાતે  બુથ પ્રમુખ સંમેલન

કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

બોડેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સી.આર પટેલનો બુથ પ્રમુખ સંમેલન યોજાયું ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભાની સીટ પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાની છે એમાં બુથ પ્રમુખ ની ખૂબ મોટી જવાબદારી રહેશે અને તમામ કાર્યકરોના સહયોગથી આપણે છોટાઉદેપુર લોકસભા સીટ પાંચ લાખ કરતા વધારે મતથી જીતશું તેમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા
Hide quoted text
બોડેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સહિત તાલુકા પંચાયત ના સભ્ય સહિત 15 થી 20 કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો
આ કાર્યક્રમમાં લોકસભા છોટાઉદેપુર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા સહિત છોટાઉદેપુર વિધાનસભા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પાદરા વિધાનસભાના ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
બોડેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સહિત તાલુકા પંચાયત ના સભ્ય સહિત 15 થી 20 કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી પેજ પ્રમુખ મહા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા



ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed