રાજપીપળામા NO ENTRY ના ધજાગરા, નગરની પોલીસ મુક પ્રેક્ષક કેમ ?

Share to




ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા ના રાજપીપળા નગર મા ભારે વાહનો ના પ્રવેશ ને લઈ ને જિલ્લા ના અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સવાર ના 6 વાગ્યે થી રાત્રી ના 12 કલાક સુધી પ્રવેશ બંધ કરવાનો હુકમ કરાયો છે.

તેમ છતાં રાત્રી ના 10 કલાક થી વડીયા જકાત નાકા થી  રેતી ભરેલા ભારે વાહનો તથા અન્ય મલ્ટી એક્સલ વેહિકલ સહિત ના ભારે વાહનો NO ENTRY નો ભંગ કરી રાજપીપળા નગર મા ઘુસી જાય છે અને બેફામ સડસડાટ ધસી જાય છે. મજા ની વાત એ છે કે વડીયા જકાત નાકા ઉપર ટ્રાફિક નું નિયમન કરતા પોલીસ કર્મચારીઓ અને કમાન્ડ સેન્ટર ના CCTV હોવા છતા બેરોકટોક NO ENTRY નું ભંગ થાય છે.

અને સદર ભારે વાહનો નર્મદા જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ થી જ પસાર થતા હોય ને ભારે વાહન ચાલકોને NO ENTRY નો લાલ કલર નું મોટું બોર્ડ માર્યું હોવા છતાં તેની અવહેલના કરાય રહી છે.

હાલ ઉનાળા નો સમય હોઈ ને રાજપીપલા પબ્લિક ગાર્ડન અને રવિવાર ના હરિસિદ્ધિ મંદિર પાસે વધુ પ્રમાણ મા લોકોની અવર જવર રહેતી હોય NO ENTRY મા ઘુસેલા ભારે વાહનો કોઈ અકસ્માત સર્જે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે રાજપીપળા નગર પોલીસ NO ENTRY ના રોજિંદા ભંગ સામે મુક પ્રેક્ષક કેમ બની રહી છે? એવો સવાલ જાહેર ચર્ચા નો વિષય બન્યો છે.


Share to