September 6, 2024

જૂનાગઢ માં જુગારધારાના ગુન્હાનામાં નાસ્તા ફરતા આરોપીને કેશોદ ખાતેથી દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ જૂનાગઢ

Share to



પોલીસ મહાનિર્દેશકશ્રી, અને સી.આઇ.ડી.ક્રાઇમ અને, રેલ્વે ગાંધીનગરનાઓની સૂચના અનુસાર રાજયમા પેરોલ-ફર્લો પર છુટેલ ભાગેડુ કેદીઓ, વચગાળાના જામીન પર મુક્ત ફરાર કેદીઓને પકડવા સારૂ સમગ્ર રાજ્યમા વધુમા વધુ ફરાર કેદીઓ પકડવા જણાવેલ હોય, જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાંજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઈન્સશ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પો.સબ.ઈન્સ.શ્રી વાય.પી.હડિયા પેરોલ ફર્લો સ્કવોડ અને તેઓની ટીમ દ્રારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ ઉમેશભાઇ વેગડા તથા પોલીસ કોન્સ દિનેશભાઇ છેયા નાઓને બાતમી હકિકત મળેલ હોય કે, વંથલી પોલીસ સ્ટેશન જુનાગઢના ગુ.ર.નં. સે. ૧૧૨૦૩૦૬૮૨૩૦૧૬૪ જુ.ધા.૪.૫ મુજબના આરોપી રાહુલ ઉર્ફે ઘુઘો રાજશીભાઇ ઓડેદરા રે. કેશોદ ચુના ભઠ્ઠી પાસે વાળો જે છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ તેના રહેણાક મકાને હોય તે હકિકત આધારે ખાત્રી કરી એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પોલીસ કોન્સ. દિનેશભાઇ છૈયા નાઓ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના મધ્યમથી આરોપી પર વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપી બાતમીવાળી જગ્યાએથી મળી આવેલ હોય અને તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રાહુલ ઉફે ઘુધી રાજશીભાઇ ઓડેદરા રે. કેશોદ યુના ભઠ્ઠી પાસે વાળો જણાવતો હોય મજકુર આરોપી વંથલી પો.સ્ટેના ગુન્હામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી વંથલી પો.સ્ટેને સોપવામા આવેલ છે.

* પેરોલ ફર્લો સ્કવોડ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ રાહુલ ઉઠે પુધી રાજશીભાઈ ઓડેદરા રે. કેશોદ ચુના ભઠ્ઠી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર  જે જે.પટેલ, તથા પેરોલ ફર્લો સ્કોડના શ્રી વાય.પી.હડીયા તથા એ.એસ.આઈ. ઉમેશભાઇ વેગડા તથા પો.કોન્સ દિનેશભાઈ છૈયા,તથા ડ્રા.પો.કોન્સ જયેશભાઇ કછોટ તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ પોલીસ સ્ટાફ આરોપીને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to