મોડેલ પોલીંગ સ્ટેશનની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર  તુષાર સુમેરા

Share toસરકારી ઇજનેરી કોલેજ , ભરૂચ ખાતે મહિલા પોલીંગ સ્ટાફ માટે તાલીમવર્ગનું આયોજન


ભરૂચઃ ગુરૂવારઃ- લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ભરૂચ  સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન  થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી કર્મચારી/ અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવેલ છે.  લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે ૧૫૩ ભરૂચ વિધાનસભા મતદાર વિભાગ ધ્વારા સરકારી ઇજનેરી કોલેજ , ભરૂચ ખાતે પોલીંગ સ્ટાફ ટ્રેનીંગ માટે તૈયાર કરવામાં આવેલ મોડેલ પોલીંગ સ્ટેશનની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાએ મહિલા તાલીમાર્થીઓને લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી સ્ટાફના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી મનીષાબેન મનાણીએ મહિલા તાલીમાર્થીઓને સંબોધતા કહયું હતું કે  ૧૫૩- ભરૂચ વિધાનસભા મતદાર વિભાગમાં ૮૦૦ જેટલી મહિલા પોલીંગ સ્ટાફની  તાલીમ આપવાનું આયોજન હાથ ધરાયું છે મહિલા તાલીમાર્થીઓને સરળતા રહે તે માટે ચૂંટણીની કામગીરીને લગતી વ્યવસ્થા, ચૂંટણીપ્રક્રિયા તેમજ EVM મશીનની પ્રેક્ટિકલની વ્યક્તિગત તાલીમ મળી રહે તે માટે મોડેલ પોલીંગ સ્ટેશન ઉભું કરવામાં આવેલ છે. તેમણે  ચૂંટણીની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતું મટીરિયલ, બુથ વ્યવસ્થા, પોલીંગ સામગ્રી, અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા.
     આ વેળાએ નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ, મામલતદાર માધવીબેન મિસ્ત્રી ,ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, મહિલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. 


Share to