નેત્રંગ – રાજપારડી રોડ પર આવેલ.ઉડી ગામની સીમમાં ડુંગરાળ વિસ્તાર મા ધમધમતા જુગાર ધામ પર નેત્રંગ પોલીસે રેડ કરતા૩ જુગારીયાઓ ને રૂપિયા ૪૯૦૦/= મુદામાલ સાથે ડબોચી લીધા.મુખ્ય સુત્રધાર સહિત અન્ય ત્રણ ફરાર.

Share toનેત્રંગ. તા.૦૧-૦૪-૨૪.

નેત્રંગ પોલીસ સ્ટેશન નો સ્ટાફ યોગેશભાઈ ગૌતમભાઈ, અનિલભાઈ મુળજીભાઈ, પરમાનંદ ધનશયામભાઈનાઓ અસનાવી બીટ વિસ્તાર મા પ્રેટોલીગ મા હતા. તે સમય દરમ્યાન બાતમી મળેલ કે કોલીવાડા ગામનો મહેશ ઉફે ગટો રાવજી વસાવા કેટલાક લોકોને ભેગા કરી ઉડી ગામની સીમમાં ડુંગરાળ વિસ્તારમા આવેલ લીમડાના ઝાડ નીચે પતા પાના ઉપર રોકડા રૂપિયાનો દાવ લગાવી હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે.જે બાતમી આધારે પોલીસે રેડ પાડતા જુગાર ધામ પર થી (૧).વિજય સોમા વસાવા રહે નેત્રંગ. (૨) ગણેશ કનૈયા વસાવા રહે મંદિર ફળીયુ જેસપોર તા.ઝધડીયા (૩) મહેશ ધીરુ વસાવા રહે નિશાળ ફળીયુ ઉડી તા.નેત્રંગ. ત્રણેને ડબોચી લીધા હતા અને ત્રણેની અંગ ઝડતી ના રોકડ રૂપિયા ૪૪૫૦/= ,દાવ પરના રૂપિયા ૪૫૦/= મળી કુલ્લે રૂપિયા ૪૯૦૦/= નો મુદામાલ જપ્ત કરેલ છે. જ્યારે ફરાર થયેલ મુખ્ય આરોપી (૧) મહેશ ઉફે ગટો રાવજી વસાવા (૨) અરવિંદ વસાવા રહે આંબાખાડી તા.ઝધડીયા તેમજ અન્ય બે અજાણ્યા જુગારીયાઓ ને ઝડપી પાડવા નેત્રંગ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to