પોલીસને ચકમો આપવા બુટલેગર વિદેશી દારૂની ડીલેવરી કરવા પત્ની, માં ને બેસાડી ત્રણ સવારી સ્કુટર પર આવતો હતો.
નેત્રંગ. તા.૦૧-૦૪-૨૪.
નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રાજેશભાઈ ગવલીયાભાઈ. ગણેશભાઈ મણીલાલ તા.૩૧મી માર્ચ ના રોજ અસનાવી બીટ વિસ્તારમા અરજીને લગતા કામ માટે જઈ રહ્યા હતા.તે સમય દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશન ના ગુના રજીસ્ટ્રાર મા અગાઉ પ્રોહીબીશન ના ગુના હેઠળ પકડાયેલ નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના પોમલાપાડા ગામે રહેતો બુટલેગર સંજય જેસીંગ વસાવા નંબર વગર ના સ્કૂટર ની ડીકીમા વિદેશી દારૂ ભરી સાથે બે સ્ત્રીઓ ને સ્કૂટર પર બેસાડી નેત્રંગ થી રાજપારડી તરફ વિદેશી દારૂની ડિલેવરી કરવા જઈ રહ્યો છે. જે બાતમી ના આધારે નેત્રંગ રાજપારડી રોડ પર ફોકડી ગામે વોચ ગોઠવી સ્કુટર ચાલક આવતા સ્કૂટર ઉભુ રાખવાનુ જણાવતા સ્કૂટર ચાલક બુટલેગર સંજય વસાવાએ પુરઝડપે સ્કૂટર હંકારી જતા નેત્રંગ પોલીસે તેનો પીછો કરતા ભોટનગર ગામના નવીવસાહત ફળીયા વિસ્તારમા તેનુ સ્કૂટર છોડી ખેતર વિસ્તાર મા ફરાર થઈ ગયો હતો. પંચો રૂબરૂ સ્કૂટર ની તલાશી લેતા તેની ડીકી માંથી વિદેશી દારૂના કોટરીયા નંગ ૨૨ ઝડપાયા હતા. જેની કિંમત રૂપિયા ૨૨૦૦/=. બાદમા ખેતરોમા છુપાયેલ બુટલેગર સંજય રોડ તરફ આવી રહ્યો હોવાનુ જાણવા મળતા ચારે તરફ કોર્નર કરી તેને ઝડપી લીધો હતો. પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેની પત્ની અને માં ત્રણે જણા મારી સાસરી મોટામાલપોર ગામે જઈ રહ્યા હતા.
પ્રોહીબીશન એક્ટ કાયદેસર ની કાયઁવાહી કરી બુટલેગર સંજય વસાવાને જેલ હવાલે કરી દીધો હતો.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.