જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગનભાઈ સાવલિયાએ મુખ્યમંત્રીને લેટર લખ્યું પદાઅધિકારીના પાપે રોડ રસ્તા વિકાસના કામ નથી થતા

Share toભેસાણ તાલુકાના વિકાસના કામો રોડ રસ્તા પાણી સહિતના કામો પદાઅધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા લોકોમાં રોષ મિટિંગ યોજાય

ભેસાણ તાલુકામા લોકો સુધી સરકારશ્રી દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામા આવી છે અને પહોંચતી પણ થઈ છે પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે જેમા મુખ્ય ભેસાણ જુનાગઢ સ્ટેટ હાઈવે 35 કિલોમીટર જે કામ શરૂ પણ થયેલ પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી બંધ કરીદીધાને પાચ વર્ષ થયા બીજી તરફ જેતપુર દેવકીગાલોળ હાઈવે 14 વર્ષ થયા મંજુર થયો પરંતૂ હજૂ સૂધી કામ શરૂ થયુ નથી તેમજ  સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચીત ભેસાણ તાલુકાના પીવાના પાણીમા માત્ર નમૅદાનુજ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ લાઈનતૂટે એટલે ભેસાણને પંદર દિવસે પીવાનું પાણીન મળે પૂર્વ ભાજપ પ્રમુખ મગનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે અમે 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે જો આગામી ટૂક સમયમા આ ગંભીર પ્રશ્વનોનૂ નિરાકરણ કરવામા નહી આવે તો સામાજીક કાયૅકરો દ્ધારા દરેક ગામડાઓમા ઘરઘર સુધી પ્રશ્રનોનૂ વિસ્તરણ કરી સરકાર સુધિ પહોચાડવામા આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to