જૂનાગઢના ભેસાણની ગ્રામ પંચાયત વાંજણી ત્રણ વર્ષથી સરપંચ જ નથી હાલ કામ ચલાવવા માટે સરકારે વહીવટદાર મૂક્યા છે

Share to
જૂનાગઢના ભેસાણ માં ગ્રામ પંચાયત સરપંચ  વગર બંની શોભાના ગાંઠિયા સમાનં એક કરોડ 36 લાખની સરકારની વિકાસની ગ્રાન્ટ ટી,ડી,ઓ,ના હવાલે પરત કરાય લોકોમાં રોષ ભભુકી કી ઉઠ્યો

જુનાગઢનું ભેસાણ શહેર 15 હજારથી વધારે વસ્તી ધરાવતું તાલુકા મથકનું શહેર છે જેમાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી પણ આવેલી છે જેમાં ભેસાણ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી સરપંચની ચૂંટણી થઈ નથી એટલે સરપંચ તો નથી જ એટલે સરકારે વહીવટી પ્રક્રિયામાં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરલીછે જે વહીવટદાર અઠવાડિયામાં માત્ર બે જ દિવસ હાજર રહેતા હોય કારણ શું છે અન્ય બે ગામડાનો પણ તેમને કામકાજ માટે આપ્યા હોય જેથી કરીને ગ્રામ પંચાયતમાં માત્ર વેરાની વસુલાત જ કરવામાં આવે છે લોકોના અન્ય કોઈપણ પ્રકારના કામ થતા નથી તાજેતરમાં પંદરમું નાણાપંચ સરકાર દ્વારા ભેસાણ ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને રોડ રસ્તા પીવાના પાણી ગટર તેમજ ગામની સ્વચ્છતા માટે પ્રજાની સુખાકારી માટે એક કરોડ 36 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ ભેસાણ ગ્રામ પંચાયતની ચૂંટણી ત્રણ વર્ષ થયા નથી થઈ અને નથી સભ્યો નથી સરપંચ  એટલે વિકાસના કામોની આયોજનોની મીટીંગ મળતી નથી એટલે હવે આ એક કરોડ 36 લાખની ગ્રાન્ટ વહીવટી દ્વારા ટીડીઓ માં મોકલી આપવામાં આવી છે હવે વધુ મુશ્કેલી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે એ છેકે 6 મહિનાથી થી લઇ 1 વર્ષ સુધીનો સમય લાગી જશે એટલે વિકાસ તો ખોરંભાઈ જસે અને એમાં પણ રાજકીય નેતા સસ્તી પ્રસિદ્ધિ માટે કામ કરવાની સિસ્ટમ બગાડી રહ્યા હોય તાલુકાની પ્રજા માંગ કરી રહી છે ત્રણ વર્ષથી સરપંચ નથી અને ધારાસભ્ય પણ નથી અને હવે તો ધારાસભાની ચૂંટણી પણ ભેસાણ વિસાવદરની કેન્સલ થઈ છે લોકોના મૂંઝવતા પ્રશ્નો કોઈ સાંભળનાર જ નથી તાલુકા ની પ્રજામાં રોસ મોટી મોટી ગ્રાન્ટો વાપરવામાં આવતી જ નથી ભેસાણ તાલુકો વિકાસથી વંચિત

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed