ભવનાથ મેળાનું વિદેશ પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું

Share to





જૂનાગઢના ભવનાથ મેળામાં ભારતીય સંસ્કૃતિની પવિત્રતા અને સાંસ્કૃતિક વારસાઓનું આકર્ષણ વિદેશીઓને ઘેલુ કર્યુ છે. ભવનાથ મેળામાં વિદેશી પ્રવાસીઓ પણ આવી પહોંચ્યા છે.

ભવનાથના શિવરાત્રીના મેળામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદેશથી અનેક પ્રવાસીઓ સનાતન ધર્મથી આકર્ષિત થઈને આવ્યા છે. જેમાં યુએસએના એક યોગ ટીચર જેણે સનાતન ધર્મના માર્ગે વળવાનું નક્કી કર્યું છે. યુએસએના ઓકલોહોમાના રહેવાસી અને ત્યાં યોગ ટીચર તરીકે નોકરી કરતા ૨૫ વર્ષીય યુવાન ૨૦૧૭ માં ઋષિકેશ આવ્યા પછી સનાતન ધર્મની લગની લાગી હતી. અને તે સનાતન ધર્મના યોજાતા

ભવનાથ મેળામાં છેલ્લા બે વર્ષથી આવે છે. ગત વર્ષે પહેલીવાર ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળામાં આવ્યા બાદ અનેરો કુદરતી આનંદ માણ્યો હતો. જેથી ફરીવાર આ વર્ષે પણ કૈલાસદેવ આ વર્ષે પણ મેળામાં આવ્યોછે, અને તેની સાથે તેમના એક મિત્ર અને શિષ્ય પણ છે. તેમણે જણાવ્યું હતું કે, શિવરાત્રીનો મેળો એક અલૌકિક અનુભૂતિ કરાવે છે, જય ગિરનારીના નાદ સાથે તે હાલ મેળામાં શિવમય બની રહ્યા છે.



DNS NEWS
જૂનાગઢ


Share to

You may have missed