November 21, 2024

જૂનાગઢના મેંદરડાના ખાખી મઢી રામજી મંદિરના બ્રહ્મલીન મહંત રામકિશોર દાસજી બાપુ નો ભંડારો અને 11 માર્ચનાશ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સુખરામદાસ બાપુ ની નિશ્રામાં કરવામાં આવશે

Share to



જૂનાગઢના મેંદરડાના પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી રામ કિશોરદાસજી બાપુ રામજી મંદિર ખાખી મઢી મેંદરડા (જૂનાગઢ) નો ભવ્ય ભંડારો તેમજ ગુરુ વંદના મહોત્સવ   2024 અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રી મદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યથી ભવ્ય આયોજન તારીખ 11-3-2024 થી 17-03-2024 સુધી રામજી મંદિર ખાખી મઢી આશ્રમ મેંદરડાના પ્રાંગણમાં આયોજન થવાનું છે આ ભાગવત કથામાં શાસ્ત્ર,જ્ઞાન,વિજ્ઞાન સાથે સંયુક્ત કથાના વક્તા શ્રી ડૉ.મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા ભાવિ ભક્તોને કથાનું રસપાન કરાવશે..

જ્ઞાનયજ્ઞ ભાગવત સપ્તાહને ભવ્ય અને સફળ બનાવવા માટે મહંત શ્રી સુખરામદાસજી બાપુ તેમજ સમસ્ત મેંદરડા ગામ અને સેવક પરિવારો દ્વારા સતત પરિશ્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાગવત જ્ઞાન યજ્ઞમાં જૂનાગઢમાં ગિરનાર તળેટીના તમામ અખાડાના પૂજ્ય સાધુ સંતો, મહંતો, ગુરુ માતાઓ, મહાપુરુષો, ભાગવત કથાના આચાર્યો, શિક્ષણ વિદો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમ અન્ય વિશેષ અતિથિઓ હાજર રહેવાના છે.

ગુરુ વંદના મહોત્સવમાં પૂજ્ય શ્રી રામકિશોરદાસજીના ભવ્ય ભંડારામાં સાધુ સંતો મહંતો ગુરુ માતાઓ તેમજ અન્ય મહાપુરુષોને મહાપ્રસાદ લેશે અને ભક્તોને આશીર્વાદ પાઠવશે અને ધાર્મિક પ્રવચનો કરવામાં આવશે.

ગુરુ વંદના મહોત્સવ તેમજ કથામાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સાંપ્રત સમસ્યા અને તેના ઉકેલો માટેના ત્રિવેણી સંગમના કાર્યક્રમોની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે તેમજ આશ્રમમાં આવેલ ગૌ શાળા અને ગૌ માતાના જતન અને સંવર્ધન નું મહત્વ દર્શાવવામાં આવશે..

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ભગવાન શ્રી રામચંદ્ર જન્મોત્સવ, ભગવાન શ્રીકૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ, ભગવાન શ્રી વામન અવતાર, શ્રી રુકમણી વિવાહ, ગોવર્ધન પૂજા, પ્રાગટ્ય સુદામા ચરિત્ર જેવા વિવિધ હિન્દુ ધાર્મિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ગુરુ વંદના મહોત્સવ અને ભાગવત કથામાં સતત અતિથિઓ માટે તેમજ મહેમાનો માટે ખાસ ભોજન પ્રસાદી, ચા પાણી અને અન્ય સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે રામજી મંદિર ખાખી મઢી આશ્રમ મહંત શ્રી સુખરામદાસજી બાપુ તથા સમસ્ત મેંદરડા ગામ અને સેવક પરિવાર દ્વારા ભવ્ય ભાગવત સત્તા અને ગુરુ વંદના મહોત્સવ પ્રસંગ ભાવિ ભક્તોને ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા આમંત્રણ આપવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed