બોડેલી તાલુકાના કોસીન્દ્રા ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લુ મુકવા મા આવ્યું

Share to

કોસીન્દ્રા સહિત આજુબાજુ વિસ્તાર ની જનતાને મફતમાં કાનૂની સેવા મળી રહે તે હેતુથી  છોટાઉદેપુર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા બોડેલી તાલુકાના કોસીન્દ્રા  ખાતે  મફત કાનૂની સલાહ કેન્દ્ર  જનતા માટે ખુલ્લુ મુકવા મા આવ્યું


  છોટાઉદેપુર ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિશ ઓથોરીટી અને બોડેલી તાલુકા કાનુંની સેવા સમીતી તેમજ બોડેલી વકીલ મંડળના સંયોજન થી આ કાર્યક્રમ નું આયોજન કરવામા આવેલુ હતું જે કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલા  મુખ્ય મહેમાન માનનીય મહેરબાન શ્રી ડી. પી. ગોહિલ સાહેબ કે જેઓ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ચેરમેન છે તેમજ પ્રિન્સીપલ ડીસટ્રીક્ જજ સાહેબ, છોટાઉદેપુર કે જેઓ તેમનો કિંમતી અને પવિત્ર  સમય ફાળવીને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવી તેમના વરદ્દ હસ્તે આ લીગલ એડ ક્લિનિક નુ ઉદ્દઘાટન કરી આ શુભ કાર્યની શરૂઆત કરાવી લીગલ એડ ક્લિનિક નાગરિકો માટે ખુલ્લુ મુકેલ જે કાર્યક્રમ માં બીજા એડિશનલ ડિસ્ટ્ર  જજ અંદલીપ તિવારી સાહેબ હાજર રહ્યા તેમજ બોડેલી તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન તથા બોડેલી ના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આશુતોષ રાજ પાઠક સાહેબ તેમજ  છોટાઉદેપુર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી એમ. વી. પટેલ સાહેબ તેમજ બોડેલીના એડિશનલ સિવિલ જજ  આકાશ વર્મા સાહેબ,તેમજ બોડેલી વકીલ  મંડળ ના પ્રમુખ એડવોકેટ લલિત ચંદ્ર રોહિત ,સેક્રેટરી એડવોકેટ મોહસીન મન્સૂરી તેમજ સીનિયર તથા જૂનિયર વકીલ શ્રીઓ તથા બોડેલી મામલતદાર શ્રી શેખ સાહેબ તેમજ સીપીઆઈ વસાવા સાહેબ તેમજ બોડેલી ટીડીઓ સાહેબ તેમજ સરપંચ શ્રી કોસીન્દ્રા સહિતા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કોસીન્દ્ર તથા તેના આજુબાજુના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to