September 3, 2024

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આમ આદમી પાર્ટીમાં ૨૦૦ ઉપરાંત યુવાનો સહીત મહીલાઓ આપ માં જોડાયા

Share to


આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગામના હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ , મોટી ભાગોળ, રૂંધ , ટોથીદ્રા તરસાલી અને ભાલોદની મહિલાઓ સહિત ૨૦૦ ઉપરાંત યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરયો હતો,તરસાલી ગામના એસ.વાય. મલેકને આમઆદમી પાર્ટી તાલુકા સહ સંગઠન મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમજ તાલુકા યુવા ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ દિલીપસિંહ રણા ની નિમણુંક કરાઈ હતી, કાર્યક્રમમાં તરસાલીના સલાઉદ્દીન મલેકની આગેવાનીમાં ગામના યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા,આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ, ઝઘડિયા તાલુકા પ્રમુખ, ઉપ પ્રમુખ, સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં..

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed