November 22, 2024

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦” ના ભાગરૂપે દોડમાં ભાગ લેવા અંગે

Share to



રાજપીપલા,મંગળવાર:- સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાધીનગર ધ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦” ના ભાગરૂપે ભાઇઓ અને બહેનોની ૨ કિ.મી. દોડનું આયોજન કરવાનું થાય છે. જે અન્વયે સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલા, જિ.નર્મદાની કચેરી ધ્વારા તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ ભાઇઓની ૨ કિ.મી.દોડ અને તા.૨૮/૦૮/૨૦૨૧ ના રોજ બહેનોની ૨ કિ.મી. દોડનું આયોજન સવારે ૦૮:૦૦ કલાકે સી.પી.ડીગ્રી કોલેજ, રાજપીપલા ખાતે રાખવામાં આવેલ છે. કોવીડ-૧૯ ની સરકારશ્રીની વખતો વખતની ગાઇડલાઇનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રસ ધરાવતા તમામ ખેલાડી ભાઇઓ/બહેનોને ભાગ લેવા સિનીયર કોચશ્રી વિષ્ણુકુમાર વસાવા ધ્વારા જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે ભાર્ગવ રાઠોડ મો.નંબર-૯૯૭૪૯૫૯૫૯૨ અને આશિષ ડોડીયા મો.નંબર- ૮૪૬૯૧૬૧૬૮૬ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.


Share to