પોલીસ પોતે જ નિયમનું પાલન ન કરે તે વાત ગંભીર છે. પર્વત પાટિયા બીઆરટીએસ પાસે રવિવારે સવારે એક બ્લેક ફિલ્મવાળી નંબર વગરની સ્વિફટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસકર્મી બેઠેલો હતો. આથી એડવોકેટ મેહુલ બોઘરા વીડિયો ઉતારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા, જેને લઈ પોલીસકર્મી વાલજી હડિયાએ બહાર આવી ચૂંટિગ ન કરવા કહ્યું હતું છતાં મેહુલે શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતાં માથામાં ઈજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના જોઈ લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યું કે એડવોકેટએ ઉપલા અધિકારીને જાણ કરવાને બદલે મજૂરી વગર મોબાઇલમાં શૂંટીગ કરી હાજર પોલીસકર્મીને અશબ્દો બોલી ટોળાને ઉશ્કેરાયા હતા. સાથે સરકારી કામમાં રૂકાવટ કરી પથ્થરમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ તેણે સોસીયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કર્યા હતા.
પુણા પોલીસે આ કલમો મુજબ ગુના દાખલ કર્યા પુણા પોલીસે મેહુલની ફરિયાદ લઈ IPC 114, 120 (जी), 143, 294 (जी), 279 (जी), 204, 323, 324, 504, 506 અને GP એક્ટ 135 મુજબ કારના ચાલક સહિત 3 જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસકર્મી ભલા દેસાઈની ફરિયાદના આધારે પોલીસે IPC 143, 147, 149, 323, 186, 332, 500, 504, 506(2) અને GP એક્ટ 135 મુજબ બોઘરા સહિત 15ના ટોળા સામે દાખલ કર્યો છે.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,