વડોદરા રેન્જ આઈ.જી સંદિપસિંગ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડી.વાય.એસ.પી. એમ.એમ.ગાંગુલીના માર્ગ દર્શન હેઠળ સર્કલ પી.આઈ બી.એલ.મહેરીયાની સુચનાને આધારે નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ આર.આર.ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં રહેતો મયુરકુમાર મધુસુધન પટેલ કેલ્વીકુવા ગામે એસ્સાર પેટ્રોલ પંપથી થોડે દુર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને 6 મોબાઈલ ફોન તેમજ 3 વાહનો મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને નેત્રંગ ગામના જવાહર બજારમાં રહેતો અબ્દુલ રહિમ સુલેમાન ખત્રી,શાંતિ નગરમાં રહેતો
ડાહ્યા રામાભાઇ માછી,બી.ઓ.બી બેંકની બાજુમાં રહેતો વિરમ પુંજાભાઇ ભરવાડ,જવાહર બજારમાં રહેતો દિલાવર મહમ્મદ રાઠોડ અને કોસ્યા કોલા ફળિયામાં રહેતો સુનિલ રસિકભાઈ વસાવા તેમજ ડેડીયાપાડાના થાણા ફળિયામાં રહેતો પિતામ્બર દિપાભાઈ પારદીને ઝડપી પાડ્યો હતો જ્યારે
મુખ્ય સૂત્રધાર મથુરકુમાર મધુસુધન પટેલ ફરાર થઇ ગયો હતો.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.