ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના મુસ્લિમ ખત્રી સમાજના બિરાદરોએ સરાહના કરી સમૂહ કમિટીના સભ્યોને સન્માનિત કર્યા 

Share toવાઘોડિયા ખાતે મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન કરનારી કમિટીનુ ઉમલ્લા ગામના મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા 


વડોદરા જીલ્લાના વાઘોડિયા ખાતે મુસ્લિમ ખત્રી સમાજના સમૂહલગ્નોત્સવનું સફળતાપૂર્વક અને ભારે જહેમત ઉઠાવી આયોજન કરનારી વાઘોડિયા ખત્રી સમાજના કમિટીના સભ્યોનું ઝગડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખત્રી બિરાદરોએ સન્માનિત કરી એવોર્ડ આપ્યો હતો અને આ કમિટીના કામની સરાહના કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા મુકામે ઉમલ્લા ખત્રી સમાજ દ્વારા વાઘોડીયા સમૂહ કમિટી ના ઉપસ્થિત પ્રમુખ તેમજ સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લાના વાઘોડિયા મુકામે તારીખ 11 ને રવિવાર નો રોજ સમૂહ લગ્ન નું સુંદર આયોજન વોઘોડિયા મુસ્લિમ ખત્રી સમાજ તરફથી કરવામાં આવ્યું હતું જેમાં 38 યુગલો એ નિકાહ અદા કર્યા હતા જેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે અતરગત ઉમલ્લા મુસ્લિમ ખત્રી સમાજ તરફથી સાલ ઓઢણી તેમજ પુષ્પ હાર પેહરાવી સન્માન કરવા મા આવ્યું હતું. તેમજ સુંદર આયોજન કરવામાં બદલ બેસ્ટ આયોજન એવોર્ડ કમિટીના પ્રમુખ ને અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉમલ્લા મુસ્લિમ ખત્રી સમાજ કમિટી નો આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતે વોઘોડિયા ખત્રી સમાજ પ્રમુખ તેમજ સભ્યો એ ઉમલ્લા ખત્રી સમાજ નો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ મા મોટી સખ્યામા સમાજ ના લોકોએ હાજરી આપી હતી.


Share to

You may have missed