જૂનાગઢ ના વિસાવદરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા સાથે કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ આયોજન હેઠળ આર્ય સમાજ ના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસી,અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મજયંતિની ઉજવણી લાયન્સ કલબ વિસાવદર દ્વારા કરવામાં આવેલ જે અંતર્ગત વિસાવદર શહેરની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, પે સેન્ટર કન્યા શાળા વિસાવદર, વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર તેમજ તાલુકાની સુખપુર પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા,નાની મોણપરી પ્રાથમિક શાળા, તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળા સહિતની જુદી જુદી શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ. જેમાં શાળા ના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ સ્પર્ધામાં શાળા વાઈઝ પ્રથમ ,દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
તિલકવાડા તાલુકાના ખાતાઅસીત્રરા ગામ માં એક 3 ત્રણ વર્ષના બાળક પર દીપડા એ હુમલો કરયો દીપડા યે બાળક ના ગળા ના ભાગે દાત મારી અને બાળક ના શરીર પર અનય ભાગે ગંભીર ઇજા પહોંચી
જૂનાગઢ માં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણકરતો ગુલામ હુસેન સેખની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી. જૂનાગઢ પોલીસ
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.