નર્મદા 3 હજાર ની લાચ લેતા 34 વર્ષીય ASI ધવલ વાડીલાલ પટેલ એસીબી નાં હાથે ઝડપાયો

Share to
નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 34 વર્ષીય ASI ધવલ વાડીલાલ પટેલે આંકડા, જુગારનો ધંધા કરતા એક બુટલેગરને તેનો જુનો વ્યવહાર બાકી છે તે બાબતની પતાવટ કરી ફરી જુગાડ ચાલુ કરાવવા જણાવ્યું હતું. આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી રૂ.3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું.

જે લાંચની રકમ રૂ.3000/- ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે 11 ફેબ્રુઆરી 2024 ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂા.3000ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપરથી પકડી પાડી લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો હતો


Share to

You may have missed