જૂનાગઢ માં ૬,૦૦૦ ની કિંમતના સામાનની ખોવાય ગયેલ થેલી જુનાગઢ પોલીસે શોધીને અરજદાર હિતેશભાઇ સાગઠીયાને પરત કરી

Share to



રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર હિતેશભાઇ મનોજભાઇ સાગઠીયા જૂનાગઢના વતની હોય, હિતેશભાઇ પોતાની બાઇક લઇ દાતાર રોડથી મધુરમ તરફ જતા હોય તે દરમ્યાન તેમની રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનની થેલી રસ્તામાં પડી ગયેલ હોય.જે થેલીમાં કપડા તથા અન્ય જરૂરી સામાન હોય* હિતેશભાઇએ પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તેમની થેલી જોવા મળેલ નહિ, થેલી કેવી રીતે શોધવી?? કોની મદદ લેવી જેની સમજ ના પડતા હિતેશભાઇ ખૂબ વ્યથિત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, વિજયભાઇ છૈયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હિતેશભાઇ સાગઠીયા પોતાની બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટનો સીસીટીવી ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા હિતેશભાઇની રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનની થેલી સરદાર ચોક પાસે બાઇક પરથી પડતી જોવા મળેલ છે. ત્યારબાદ તુરંત જ એક ઓટો રિક્ષા ચાલક દ્વારા તે થેલી ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ જે આધારે તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-06-AW-0105 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક કરી પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતેશભાઇ સાગઠીયાની  રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિતેશભાઇએ જણાવેલ કે તેમને આ થેલી પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલી પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતેશભાઇ મનોજભાઇ સાગઠીયાની રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનની થેલી શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed