November 21, 2024

માંડવી તાલુકાના ઉટેવા ચોકડી થી ટીટોઈ ગામને જોડતા રસ્તા પર સરકાર દ્વારા અનામત જાહેર કરેલું મહુડાનું વૃક્ષને રસ્તાનું નવીનીકરણ કરી રહેલ એજન્સી એ કાપી નાખ્યું

Share to




પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ કાર્યપાક ઇજનેર પંચાયત, માર્ગ મકાન પેટા વિભાગ, માંડવી ની દેખરેખ હેઠળ તેના મોનિટરિંગ નેજા હેઠળ ઉટેવા ચોકડી થી ટીટોઇ ગામને જોડતા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હોય. હાલમાં રસ્તા બનાવવાનું કામગીરી ચાલુ હોય. જે રસ્તા નું કામ કે, બી ડેકલીયા જી. બનાસકાઠા ની એજન્સી કામ કરી રહી છે. જ્યારે રસ્તો પહોળો કામગીરી કામગીરી ચાલી રહી હોય ત્યારે સાઈડમાં આવતું મોટું જાડાઈ ધરાવતું મહુડાનું વૃક્ષ જે તે એજન્સી મારફત કાપી નાખવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલા અનામત વૃક્ષ પૈકી ચંદન ,ખેર ,મહુડો વિગેરે વૃક્ષો કાપવા હોય તો પ્રથમ પેસા કાયદા મુજબ પ્રથમ ગામ સભાએ કાપવા અંગે ગામ સભામાં મંજૂરી મેળવી લેખિતમાં આગળની કાર્યવાહી માટે જે તે મિલકત ધારકએ એટલે કે માર્ગ મકાન વિભાગ એ જે તે ગામ સભા પાસે લેખિતમાં પ્રાથમિક મંજૂરી મેળવવાની હોય છે. ત્યારબાદ લાગતાં વળગતા વન અધિકારીને લેખિતમાં જાણ કરી વૃક્ષ કાપવા માટેની પરવાનગી મેળવવાની હોય છે. વન વિભાગ એ સદર નડતર વૃક્ષોનું માપ  કરી તેને સર્વે કરી તેને છાપવામાં આવે છે અને અહેવાલ તૈયાર કરી વન વિભાગને સુપ્રત કરતા વન વિભાગ આખરી મંજૂરી આપે છે.  પરંતુ મળતી માહિતી મુજબ આવી કોઈ લેખિતમાં અને કાયદેસર પ્રોસિજર થઈ નથી. અને રાષ્ટ્રીય જાહેર થયેલું વૃક્ષને માર્ગનું નવીનીકરણ કરનાર એજન્સી કે,બી ડેકલીયા. જેઓના મળતિયા મારફત સરદાર મહુડા ના જાને કાપી નાખવામાં આવ્યું છે. ત્યારે જવાબદાર વન વિભાગના અધિકારીઓ આ બાબતે સત્વરે તપાસ કરી મહુડાનું ઝાડ કાપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. તેમજ ગરનાળા ના બાંધકામમાં પણ ગરનાળા નીચે ગરનાળા દબાવતી વખતે પીસીસી કામ કરવામાં આવ્યું જે પી સી સી કામ પણ તેઓએ કર્યું ના જેથી ગરનાળા નું કામ નવેસર ઘરનાળા ની કે પીસીસી કરાવ્યા બાદ ગરનાળા નું બાંધકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. મહુડાના કટીંગ બાબતે હવે આ  વન વિભાગ જે મહુડા નું વૃક્ષ કાપનાર સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું સ્થાનિક પ્રજાએ.? .


Share to

You may have missed