સાગબારા અને ડેડીયાપાડા ખાતે રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કોગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ

Share to



સંગઠનની કામગીરી વિશે માહિતગાર કરાયા
નર્મદા જિલ્લામાંથી પસાર થનારી રાહુલ ગાંધીની યાત્રા અંગેની જાણકારી અપાઈ
  ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં આજે સાગબારા અને ડેડીયાપાડા ખાતે તાલુકાના કૉંગી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.
                          
                      દેશની હાઈ પ્રોફાઈલ બેઠકમાં જેની ગણના થાય છે તે ભરૂચ લોકસભા બેઠકમાં આવતાં નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના કૉંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો સાથે ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહરાણાની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.
                           આ બેઠકમાં પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાએ નર્મદા જિલ્લામાંથી પસાર થનારી રાહુલગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને સેક્ટર મંડલ અને જિલ્લા પંચાયત બેઠક મુજબ સંગઠનની કામગીરી કેવી અને કઈ રીતે કરવી તે વિશે માર્ગદર્શન આપ્યું હતુ.જેમાં સાગબારા ખાતે તાલુકા કૉંગ્રેસ પ્રમુખ સુરેશ વસાવા, સાગબારા શહેર કૉંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર વસાવા,નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના માજી ચેરમેન અને માજી સભ્ય આનંદ વસાવા, દેવમોગરા ના બહાદુર વસાવા,વસંત વસાવા,સાગબારા ના માજી સરપંચ ચાંદખાન વસાવા,દિપક બોરસે,સહિત તાલુકા, જિલ્લા પંચાયતના માજી સભ્યો,વિવિધ સેલના પ્રમુખો,આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
                    જ્યારે ડેડીયાપાડા ખાતે માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા,તાલુકા કૉંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા,નર્મદા જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેરમાબેન વસાવા,ઝઘડિયા વિધાનસભા બેઠક ના આગેવાન ચંદુભાઈ વસાવા,પરેશ વસાવા સહિત વિવિધ સેલના પ્રમુખો,આગેવાનો,કાર્યકરો હાજર રહ્યા હતાં
બન્ને તાલુકાના લોકોને પડતી મુશ્કેલીઓ સંદર્ભે ડેડીયાપાડા ખાતે આવેદનપત્ર અપાયું
  ડેડીયાપાડા ખાતે કૉંગ્રેસના કાર્યકરોની બેઠક બાદ બંને તાલુકાના લોકોને પડતી મુશ્કેલીઓ સંદર્ભે એક આવેદનપત્ર રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું.
                              આવેદનપત્ર માં જણાવ્યા મુજબ સાગબારા અને  ડેડીયાપાડા તાલુકાનાં લોકોને વર્ષોથી પડતી મુશ્કેલી જેમ કે ડેડીયાપાડા સાગબારા વચ્ચેનો નેશનલ હાઇવેનો રસ્તો છે.જે દર વર્ષે ચોમાસા દરમિયાન બિસ્માર બની જતો હોય છે ત્યારે હાલ આ રસ્તાનું નવીનીકરણ નું કામ ચાલી રહ્યું છે ત્યારે ગંગાપુરથી ડેડીયાપાડા સુધી અધુરો છોડી દેવામાં આવેલ રસ્તો વહેલીટકે પૂર્ણ કરવામાં આવે.સાથે સાથે બને તાલુકા માં પડતી આરોગ્યલક્ષી મુશ્કેલી, વીજળી,શિક્ષણને લગતી મુશ્કેલી, ખેડુતોને પોષણક્ષમ ભાવ અને  મોંઘવારીના મુદ્દે અને સ્થાનીક કક્ષાના વિવિધ મુદ્દાઓ સાથેની  માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
                       આવેદનપત્ર આપતી વખતે પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા , માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા, નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ જેરમાબેન વસાવા,ડેડીયાપાડા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા,ઝગડિયા  વિધાનસભા બેઠક નાં આગેવાન ચંદુભાઈ વસાવા સહિત સાગબારા ડેડીયાપાડ તાલુકાના વિવિઘ સેલ નાં પ્રમુખો ,તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને જુદાજુદા ગામોના  સરપંચો હાજર રહ્યા હતા.


Share to