February 6, 2024

છોટા ઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી એન, એ,પટેલ સાહેબ ને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

Share to


જયપુર (રાજસ્થાન) ખાતે ગુજરાતનું નામ રોશન કરતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ સીજીએમ (CG M)જેના પ્રતિનિધિ તરીકે આદરણીય એન એ પટેલ સાહેબને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન એક્સપો જયપુર(રાજસ્થાન) ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો જેમાં અન્ય રાજ્યની ટીમો આવી પોતપોતાનો પ્રદર્શન સ્ટોલ લગાવી એક્ઝિબિશન માં ભાગ લીધો
એ જ રીતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટિમ સીજીએમ(Team CGM) પણ પોતાનો સ્ટોલ લગાવી ને સ્ટોન આર્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સ્ટોન ના ઉત્તમ પ્રદર્શન અને તેનું વ્યવસ્થાપન દર્શાવ્યું હતું
અને સ્ટોન-આર્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સ્ટોનના ઉત્તમ પ્રદર્શન અને તેનું વ્યવસ્થાપન દર્શાવતા સ્ટોલ બદલ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો
જેના મુખ્ય પ્રતિનિધિ શ્રી એન એ પટેલ સાહેબને સ્ટેજ પર બોલાવી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા
જ્યારે  ઓડીસા સરકારની ટિમ ને બીજો ક્રમાંક મળ્યો હતો
આમ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાવતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to