રિપોર્ટર…નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા માં આવેલ તાલુકાનાં રૂપણ ગામ નજીક કન્ટેનરમાં રોકવુલ મેટના રોલની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો સુરત જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી ૧૩.૯૯ લાખના દારૂ સહિત કુલ ૩૨.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતીકે, એક કન્ટેનર નંબર જીજે ૧૫ એવી૪૨૦૧નો ચાલક પોતાના કબ્જાના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવી થઈ ઝંખવાવ તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે માંડવી તાલુકાનાં રૂપણ ગામના પાટિયા નજીક નાકાબાંધી કરી વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબનું કન્ટેનર આવતા પોલીસે તેને રોકવા પ્રયાસ કરતાં કન્ટેનર ચાલક અને ક્લીનર પોલીસને જોઈને કન્ટેનર ઊભું રાખી ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટયા હતા. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં રોકવુલ મેટના રોલની
આડમાં માતબર વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને કન્ટેનરમાંથી ૧૨૮૨૮ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૧૩,૯૯,૨૦૦ મળી આવ્યો હતો. આ ઉપરાંત કન્ટેનરમાંથી રોકવુલ મેટ બિલટી મુજબ ૧૨૦૦.૪૮ SQM જેની કિંમત રૂ. ૪,૦૦,૬૬૪ તથા કન્ટેનર કિંમત રૂ. ૧૫ લાખ મળી કુલ ૩૨,૯૮, ૮૬૪ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.