

બોડેલી ડભોઇ રોડ પર બોડેલી ના પાટણા ગામ ના વળાંક પર ત્રણ વાહન નો અકસ્માત સર્જાયો હતો સદનનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એક ગાડી આગળ થી કુરદો થઈ હતી.બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આજ રોજ સવારે 8 વાગ્યા ના સુમારે બોડેલી ડભોઇ રોડ એક સફેદ ફોરવ્હીલ ગાડી વડોદરા તરફ જતી હતી ત્યારે બોડેલી તાલુકાના સાલપુરા અને પાટણા ગામ વચ્ચે ના વળાંક પર સફેદ ફોરવ્હીલ નું ટાયર ફાટતાં ગાડી ના ચાલકે ગાડી ના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી રોડ ની બાજુ ની રેલીંગ માં અથડાઈ રોડ પર પલટી મારી હતી અને ગાડી માં સવાર ત્રણ જણ નાની ઇજા થઇ હતી.
આ અકસ્માત 10 થી15 મિનિટ ના ગાળા માં આ સફેદ ફોરવ્હીલ ગાડી રોડ પર પલટી મારી હોવાથી એક તરફ નો રોડ ચાલુ હતો અને એક હાઈવા ટ્રક બોડેલી તરફ આવતો હતો ત્યારે એક આર્ટિકા ગાડી બોડેલી થી ડભોઇ તરફ જતી હતી ટ્રક અને આર્ટિકા સામસામે ભટકાતા આર્ટિકા ગાડી નો આગળ2થી કુરદો થઈ ગઈ હતી ગાડીમાં સવાર બે વ્યક્તિ આબાદ બચાવ થયો હતો બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત થયેલ વાહન રોડ પર થી સાઈડ માં કરી ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર