November 21, 2024

કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા, ગભરાઇને લોકો ઘરની બહાર દોડયા

Share to



કચ્છની ધરા આજે વધુ એકવાર ધ્રુજી છે. આજે 4 વાગીને 44 મિનિટે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4.6ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતાં લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.

આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી કચ્છમાં ભૂકંપની વરસીના 23 વર્ષ બાદ પણ આફ્ટર શોક યથાવત છે. આજે આવેલા આ આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડીમાં વધુ અસર જોવા મળી હતી. તો ખાવડા વિસ્તારમાં ઘરની છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા. તો નવી મોટી ચારઇમા પણ ઘણીવાર ધરા ધ્રુજી હતી. ભુજ માધાપરમાં પણ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં મહિલાઓ બાળકો સાથે ઘર બહાર દોડી આવી હતી. તો માંડવીમાં પણ અસર જોવા મળી હતી.

પાંચથી છ સેકન્ડ સુધી આંચકો અનુભવાયો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જારી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું અને પાંચથી છ સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો.



DNS NEWS
કચ્છ


Share to

You may have missed