લગ્ન પસંગે બેન્ડ પાટીઁ બુકિંગ કરાવાના બહાને ડેડીયાપાડા ના ખાબજી ભરાડા ગામના યુવકને.ત્રણ ઇસમોએ આંજોલી ગામ પાસે બોલાવી માર મારતા સારવાર હેઠળ.

Share to



નેત્રંગ. તા.૨૭-૦૧-૨૪.

નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ખાબજી ભરાડા ગામે રહેતો મનિષભાઈ ચંપકભાઈ સોમાભાઈ વસાવા કે જેઓ ટાઝઁન નામની બેન્ડ પાટીઁમા મેનેજર તરીકે કામકાજ કરી પોતાનુ તેમજ તેના કુટુંબ જીવનનિવાઁહ કરે છે. તા ૨૬મી જાન્યુઆરીના રોજ બપોર ના ત્રણ વાગ્યા આસપાસ તેની પર એક અજાણ્યા મોબાઇલ નંબર ૯૩૨૮૨૧૦૧૨૨ પરથી ફોન આવેલ કે લગ્ન પસંગે બેન્ડ પાટીઁ નક્કી કરવાની હોય, તેમ જણાવી કહેલકે બહાનુ આપવાનુ હોય, તુ નેત્રંગ આવીજા મનિષ વસાવા પોતાની મોટરસાયકલ પર નેત્રંગ આવી ને ઉપરોક્ત અજાણ્યા નંબર પર ફોન કરતા જણાવેલ કે અમે લોકો ઢોલકા વાળાને બહાનુ આપવા માટે આંજોલી ગામે જઈ છે. તુ પણ આંજોલી આવીજા મનિષ ને આંજોલી ગામે બોલાવતાતે આંજોલી જઇ રહ્યો હતો. ત્યારે આંજોલી ગામના વળાક પાસે ટેકરા પાસે થી મોટરસાયકલ લઇ જઇ રહ્યો હતો. ત્યારે રસ્તા ઉપર જ અંકિત અતુલ વસાવા રહે ચાંણોદ તા, ડભોઇ જી.વડોદરા તેમજ અન્ય અજાણ્યા બે ઇસમોએ તેને ઉભો રાખી બેન્ડ પાટીઁ નક્કી કરવા અમે ફોન કરેલ હોય, અંકિત વસાવાએ મનિષ ની મોટરસાયકલ ની ચાવી કાઢી લઈ ગાળાગાળી કરી તેને ઢીકપાટુનો માર મારી નજીક માંથી વાંસની લાકડી તોડી લાવી લાકડીના સપાટા મારવા લાગેલ અને તેની સાથે બે ઇસમો પણ ગાળાગાળી કરી માર મારતા મનિષે વધુ મારથી બચવા બચાવો બચાવોની બુમો પાડતા નજીક મા ઢોરો ચરાવી રહેલા ગોવાળીયાઓ દોડી આવેલ ત્યાર બાદ એક ગોવાળીયાએ આંજોલી ગામના આગેવાન દિનેશભાઇ વસાવાને ફોન કરી ધટના સ્થળે બોલાવતા તેઓ આવી વચ્ચે પડી મનિષને છોડાવેલ જયા થી ત્રણ ઇસમો મનિષને કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે. હવે પછી સામો મળ્યો તો જાનથી મારી નાંખીશુ કહી ભાગી ગયા હતા. મનિષ વસાવા એ તેના બેન બનેવીને ફોન કરી હકીકત ની જાણ કરતા તેઓ તાત્કાલિક ધટના સ્થળે આવી મનિષને નેત્રંગ ખાતેની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવેલ. બનાવને લઇ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલ અંકિત અતુલ વસાવા તેમજ અન્ય ઇસમોને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to