જૂનાગઢના વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ભાવના ને ઉજાગર કરવા શાળાના વિદ્યાર્થીઓને તિરંગા અપાયા.

Share toવિસાવદર માં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન સાથે આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ભાવના ને ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે વિસાવદર તાલુકાની પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર, સરકારી હાઈસ્કૂલ વિસાવદર, નગર પંચાયત હાઈસ્કૂલ વિસાવદર પે. સેન્ટર કુમાર શાળા વિસાવદર, ખોડીયારપરા પ્રાથમિક શાળા વિસાવદર, પે. સેન્ટર શાળા લાલપુર, માણંદિયા પ્રાથમિક શાળા, ખાંભડા નેસ પ્રાથમિક શાળા,મોણીયા પ્રાથમિક શાળા, મોણીયા પ્લોટ પ્રાથમિક શાળા, સરસઈ પે સેન્ટર શાળા, સરસઈ પ્લોટ પ્રાથમિક શાળા, ગોરખપરા (સીમ)પ્રાથમિક શાળા, દાધિયાપરા પ્રાથમિક શાળા, પ્રેમપરા પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, રાવણી ( કુબા) પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, ઢેબર પ્રાથમિક શાળા, કુબા ( રાવણી) પ્રાથમિક શાળા, નાની મોણપરી પ્રાથમિક શાળા, ગાયત્રી પ્લોટ પ્રાથમિક શાળા વિસાવદર, ગંજીવાડા પ્રાથમિક શાળા વિસાવદર સહિતની શાળાઓ મા વિદ્યાર્થીઓ ને તિરંગા અર્પણ કરવામાં આવ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to