75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે જૂનાગઢ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યકક્ષાની આ ઉજવણીમાં સહભાગી થયા હતા તથા માનનીય રાજ્યપાલશ્રી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Share toરાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ ગૌરવવંતા સમારોહમાં સુરક્ષા દળોની વિવિધ પ્લાટુનના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડથી તિરંગાને સલામી આપવા ઉપરાંત અદભૂત કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


Share to