નસવાડી તાલુકા મા 12 સાયન્સમાં પ્રથમ ક્રમમાં આવેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

Share to
*દીકરીની સલામ દેશ ને નામ” હેતુથી આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ના ભાગ રૂપે શાળાની H.Sc. બોર્ડ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર દીકરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું*

નસવાડી તાલુકામાં પ્રથમ ક્રમાંક માં આવેલ સાયન્સ ની વિદ્યાર્થી સાનિયા મન્સૂરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
ભીલ ચંદાબેન ચુનીલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ નસવાડી શાળાના આચાર્ય બહેન શ્રી ક્રિષ્ના ગોયાણી તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા “દીકરીની સલામ દેશ ને નામ” હેતુથી આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ના ભાગ રૂપે શાળાની H.Sc. બોર્ડ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર દીકરી દ્વારા ધ્વજવંદન થાય અને શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને તે હેતુથી શાળાની દીકરી મનસુરી સાનિયાબાનું નુરમહમદ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to