જુનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે સંતો મહંતો દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત કળશની ઘરે ઘરે જઈને પધરામણી કરી

Share toભેસાણ ના ચુડા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને બહેનો દ્વારા રંગોળી તોરણ અને ધજાથી શણગારીને ગામને અયોધ્યા બનાવી દીધું હતું અયોધ્યાથી આવેલા અક્ષર કળશના વધામણા પણ કરવામાં આવ્યા હતા22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ શુભ અવસર નું વિશ્વ સાક્ષી બનવા જઈ રહ્યું છે દિવાળીના ઉત્સવથી પણ અનેક ગણો ઉત્સાહ ગામડે ગામડે અને શહેરોમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભેસાણ તાલુકાના ચુડા ગામમાં અયોધ્યા માંથી આવેલા અક્ષર કળશ ની શોભાયાત્રા અને કળશ પૂજન કરીને સાધુ સંતો મહંતો દ્વારા ગધઈ સમાજ તેમજ અનુસૂચિત સમાજના ઘરે ઘરે જઈને અક્ષત કળશ પધરવવામાં આવ્યા હતા આ કળશ યાત્રામાં મહાદેવ ગીરીબાપુ પરમ પૂજ્ય અમૃત ગીરીબાપુ તેમજ ચકાચક બાપુ પરમ પૂજ્ય દેવગીરી બાપુ પરમ પૂજ્ય વિવેકગીરી બાપુ વાઘણીયા તેમજ મિતુલભાઈ દેસાઈ જુનાગઢ જિલ્લા સહકાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભેસાણ તાલુકા અમિતભાઈ વેગડા સહસંયોજક ઘનશ્યામ ભાઈ પટોડીયા જયસુખભાઈ સરપંચ જોડાયા હતા

મહેશ કથિરીયા
ભેસાણ જૂનાગઢ


Share to

You may have missed