માંડવી તાલુકાના ચોરંબા ગામ માં પ્રધાનમંત્રીના યોજના માં કૌભાંડ આંચવામાં આવ્યું હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા માંડવી તાલુકા વિકાસ અધિકારી ને કરવામાં આવી .….

Share to


.*સરકારી યોજનાઓમાં જો થયેલા કૌભાંડ ને જવાબદાર તંત્ર પ્રસાસન દ્વારા નિપક્ષ રીતે તપાસ કરવા માં આવે કે પસી રફે દફે કરી દેવામાં આવછે.*… *…ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા લાભાર્થીઓ સહી સિક્કાની કરવા માટે 15 હજારની માંગણી કરાઈ.**

.*રિપોર્ટર…નિકુંજ ચૌધરી.*


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ આદિવાસી વિસ્તારો માટે આવાસ દીઠ ૧.૨૦ હજાર નિસહાય આપવામાં આવતી હોય છે. જેમાં સરકારના નિયમ નીતિ, નિયમો અને જીઓ ટેગ બાદ, સરપંચ તલાટી ના પ્રમાણ પત્રો બાદ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી નિ દેખરેખ હેઠળ ક્રમ બદ્ધ રીતે લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સહાય ની રકમ સીધી જમાં થતી હોય છે. પરંતુ માંડવી તાલુકાના ચોરાંબા ગામ ખાતે બે લાભાર્થીઓના કાચા મકાન બન્યા જ ના હોય એમ છતાં એમના ખાતા માં પ્રધાનમંત્રી આવાસ ના રૂ. ૧.૨૦ આવાસ દીઠ કુલ ૨.૪૦ રૂ. ની સરકારી સહાય રાશિ જમાં કર્યા હોવાનો કિસ્સો સામે આવતા, પ્રધાન મંત્રી આવાસ યોજના માં ચાલતા ગડબડ ગોટલાઓનો ધટક્સફોટ થયો છે. માંડવી તાલુકાના ચોરંબા ગામ ખાતે એક જ પરિવારના ના બે લાભાર્થીઓ અનુક્રમે ૧. ગિરિશભાઈ કેવજીભાઈ ચૌધરી (જી. જે. ૧૩૫૬૨૬૯૩૨) ૨. ભાનુબેન કેવજીભાઇ ચૌધરી (જી. જે. ૧૯૭૨૬૧૭) કે જેઓ ની પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મેળવ્યા બાદ, એમના રહેણાક વિસ્તાર માં આવાસ માટેની કામગીરીની એક ઈંટ પણ ન મુકાય હોવા છતાં, આ પાભાથીઓના ખાતામાં આવાસ દીઠ ૧.૨૦ લાખ એમ કુલ મળીને ૨.૪૦ હજાર સરકારી સહાય જમાં કરાય હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ સમગ્ર બાબતે, તાલુકા વિકાસ અધિકારી રવીન્દ્ર સોલંકીનો સંપર્ક કરતા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.


Share to