જૂનાગઢ ના નિલેશકુમાર રૂપારેલીયા નું રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP નું લેપટોપ ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકમાં શોધીને અરજદારને પરત કર્યું_

Share to



જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર નિલેશકુમાર રૂપારેલીયા નોબલ સ્કૂલ જૂનાગઢ ખાતે રહેતા હોય, તથા કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હોય. કંપનીના કામ સબબ નિલેશભાઇ જૂનાગઢ આવેલ ત્યારબાદ તેઓ તળાવ દરવાજા, જયશ્રી રોડ, દામોદર કુંડ તેમજ જુનાગઢના અન્ય સ્થળોએ ગયેલ હોય તે દરમ્યાન તેમનું રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP કંપનીનું લેપટોપ ક્યાંક ખોવાયેલ હોય, ક્યાં ખોવાયેલ હોય તે નિલેશભાઇને યાદ ના હોય નિલેશભાઇએ પોતાનું લેપટોપ શોધવા માટે ખૂબ પ્રયત્ન કરેલ પરંતુ લેપટોપ મળેલ નહિ.* તે લેપટોપ કંપનીનું હોય જેથી નીલેશભાઇ ખૂબ ચિંતીત થઇ ગયેલ હોય લેપટોપ નહિ મળે તો કંપનીને શું જવાબ આપશે? રૂ. ૭૦,૦૦૦ ની કિંમતના લેપટોપની ચૂકવણી કેવી રીતે કરશે? આવી બાબતથી નિલેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._


💫 _જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, ગિરિશભાઇ કલસરીયા, અંજનાબેન ચવાણ, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી નિલેશભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા નિલેશભાઇ દામોદર કુંડે દર્શન કરવા જતા હોય ત્યારે તેમનું લેપટોપ તેમની પાસે હોય છે પરંતુ પરત ફરતી વખતે લેપટોપ તેમની પાસે હોતુ નથી તેવુ CCTV કેમેરામાં સ્પષ્ટ નજરે પડેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા દામોદર કુંડ તપાસ કરતા નિલેશભાઇનું રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP કંપનીનું લેપટોપ ત્યા પડેલ હોય, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા નિલેશભાઇનું રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP કંપનીનું લેપટોપ સહિ સલામત પરત કરેલ છે.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP કંપનીનું લેપટોપ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને નિલેશભાઇ રૂપારેલીયાએ જણાવેલ કે તેમને આ લેપટોપ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ લેપટોપ પોલીસે શોધી આપતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_


‌જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૭૦,૦૦૦/- ની કિંમતનું HP કંપનીનું લેપટોપ ગણતરીની કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to