ભરુચ એલસીબીએ વાલિયાની શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડયા

Share toભરુચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, માંડવી તાલુકા તુકેદ કદવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કટિંગ કરનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 9519 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 13.69 લાખનો દારૂ અને ઈકકો,અન્ય કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને માંડવી તાલુકા તુકેદ કદવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત, સુનિલ વિનોદ વસાવા, અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાને ઝડપી પાડયો હતો.જ્યારે માંડવીના નૌગામા ગામના પરેશ મારવાડી સહિત 10 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share to