જૂનાગઢ ના વિસાવદર સેસન્સ કોર્ટ માં પાવરચોરીના ત્રણ કેસમાં વકીલને એક એક વર્ષની સજા કરીને પબ્લિક પ્રોસિક્યુટર વિજય માઢક ની ધારદાર દલીલો દયાને લઈ રૂપિયા ૪,૯૨,૬૨૮નો દંડ પણ કરવામાં આવ્યો

Share toજૂનાગઢ.વિસાવદર સેસન્સ કોર્ટેમાં ચાલતા પાવરચોરીના જુદા જુદા ત્રણ કેસમાં ઍક એક વર્ષની સજા તથા રૂપિયા ૪,૯૨,૬૨૮નો દંડ ફટકારતો હુકમ કરતા પાવરચોરી કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના સંજયભાઈ ભીખુભાઈ કાપડિયા નામના વ્યક્તિ દ્વારા તેમના રહેણાંકી મકાનની બાજુમાંથી પસાર થતી પી.જી. વી. સી. એલ.કંપનીની વિજલાઇનમાં ડાયરેકટ આંકડા મારી જુદા જુદા સમયે અને જુદી જુદી તારીખે પકડાયેલ જેમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય માઢક રોકાયેલા હતા અને સરકાર તરફે ફરિયાદી તથા ચેકીંગ અધિકારીઓ અને પોલીસ સાહેદો ની જુબાની થયેલ હતી.
ઉપરોક્ત કેસમાં આરોપીના ઘરના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ પુરાવો પૂરો થતાં બન્ને પક્ષના વકીલોની દલીલો દયાને લઈ વિસાવદરના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા ત્રણેય કેસ સાબિત માની સરકારની દલીલો દયાને લઈ આરોપી તડકા પીપળીયા ગામના એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડિયાને પોતે કાયદાના જાણકાર હોવા છતાં એકથી વધુવાર સતત રીતે કાયદાનો ભંગ કરેલ હોય તેમને માફ કરી શકાય નહીં તેવું માની દરેક કેસમાં એક એક વર્ષની સજા તથા ત્રણેય કેસમાં મળીને કુલ રૂપિયા
૪,૯૨,૬૨૮નો દંડ ફટકારતો હુકમ કરતા પાવરચોરી કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to