નેત્રંગ નગર ના સ્મશાન ગૃહ ની પાણીની મોટર પાઇપ – કેબલ સાથે ઉઠાવી જતા તસ્કરો.

Share toતલાટીએ નેત્રંગ પોલીસ સ્ટેશન મા લેખિત મા રાવ નાખી.

નેત્રંગ. તા.૧૨-૦૧-૨૪.

નેત્રંગ નગર મા આવેલ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે ફીટ કરવામા આવેલ બોર મોટર ગઇ કાલે તસ્કરો કેબલ તેમજ પાઇપ સાથે તસ્કરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.
બીજી તરફ મોટર ચોરાઇ જતા પાણી વગર ડાધુઓને સ્વજનનો ના અંતિમ સંસ્કાર કરવા માટે તેમજ સ્મશાન ગૃહ ધોવા માટે તકલીફો વેઠવાનો વારો આવ્યો છે.
નેત્રંગ નગર મા શ્રીજી ફળીયા પાસે અમરાવતી નદી કિનારે રેલ્વે બ્રિજ પાસે આવેલ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે સ્વજનનો ના અંતિમ સંસ્કાર માટે લાંકડા સિચવાની સગડી બે નંગ ફીટ કરવામા આવેલ હોય, જેમા પાંચ થી છ વખત નવી સગડીઓ ફીટ કરવામા આવેલ પરંતુ પેધી પડેલી તસ્કર ટોળકી વારંવાર પ્લેટો કાઢી જતા હતા. જે બાબતની વારંવાર નેત્રંગ પોલીસ સ્ટેશન મા અગાઉ ફરીયાદો નોંધવા છતા પણ એક પણ સગડીની પ્લેટો કે તસ્કરો ને પોલીસ પકડી શકી નથી.
તેવા સંજોગોમા તા.૧૧ મી ના રોજ રાત્રિના સ્મશાન ગૃહ મા ફીટ કરવામા આવેલ ત્રણ એચપી ની બોર મોટર તસ્કરો કેબલ પાઇપ સાથે તસ્કરી કરી જતા નગરમા તસ્કર ટોળકી સકિય થઇ હોવાની વાતને લઈ ને લોકોમા ભય ફેલાઇ જવા પામ્યો છે.
નેત્રંગ ગ્રામપંચાયત ના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ભીમસીગ વસાવાએ આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશન મા લેખિત મા રાવ નાખી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed