જૂનાગઢ ના વિસાવદર તાલુકાના કાંગસીયાળા ગામે સ્વામીનારાયણ મંદિરે ત્રિવિધ મહોત્સવ યોજાયો

Share toવિસાવદર : તાજેતરમાં વિસાવદર તાલુકાના કાંગસીયાળા ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામીનારાયણ ના રૂડાં આશિર્વાદ સાથે જગ્યાના કોઠારી સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી તેમજ પાર્સદ ચિમન ભગત ના માર્ગદર્શન હેઠળ મંદિરનો ૨૨ બાવીસમો પાટોત્સવ, ધર્મસભા તેમજ શાકોત્સવ નું ભવ્યાતિભવ્ય સુંદર આયોજન કરવામાં આવેલ. આ રૂડાં અવસરે જુનાગઢ મહંત સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી પી. પી. સ્વામી, લોએજ મંદિરના કોઠારી સ્વામી મુકત સ્વરૂપ દાસજી, વિસાવદર સ્વામીનારાયણ ગુરૂકુળ થી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી, મુકુન્દ સ્વામી, જુનાગઢ થી કુંજવિહારી દાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત સંતો દ્વારા ધર્મસભામાં ધર્મ અને સંસ્કૃતિ ને ઉજાગર કરતાં પોતપોતાની ભાવવાહી શૈલીમા પ્રાસંગિક ઉદબોધન પીરસેલ. ધર્મ મહોત્સવ દરમિયાન વિસાવદર જુનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઈ દુધાત્રા, વિસાવદર શાયોના ગૃપના પ્રેસિડેન્ટ ઘનશ્યામભાઈ સાવલીયા, વિસાવદર લાયન્સ કલબ ના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના પૂર્વ પ્રેસિડેન્ટ કૌશિકપુરી ગૌસ્વામી,જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ( ગ્રામ્ય) અધ્યક્ષ હરેશભાઈ સાવલીયા, અરવિંદભાઈ ગોંડલીયા, ઘનશ્યામભાઈ માંડણકા, ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલ આગેવાનો, મહાનુભાવો, ગ્રામ્યજનો, હરિભક્તો, યુવાનો, માતાઓ, બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. કાંગસીયાળા સ્વામીનારાયણ મંદિર ના કોઠારી સ્વામી શાંતિપ્રિય દાસજી એ મહોત્સવ દરમિયાન સૌ કોઇએ તન, મન અને ધન થી આપેલી સેવાઓ ને બિરદાવેલ તેમજ સૌને રૂડાં આશિર્વાદ આપેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed