અફઘાનિસ્તાનથી દિલ્હી સુધી ભૂકંપના ઝટકા: 6.2ની તીવ્રતા, હિંદુકુશમાં જમીનથી 213 કિમી નીચે કેન્દ્ર બિંદુ

Share to





અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રમાં ગુરુવારે બપોરે લગભગ 3 વાગ્યે એક જોરદાર ભૂકંપ આવ્યો. જેના કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી અને જમ્મુ-કાશ્મીરથી લઈને ભારતમાં દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર હિન્દુકુશમાં જમીનથી લગભગ 220 કિલોમીટર નીચે હતું. હાલમાં કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

નેપાળમાં 4 નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

4 નવેમ્બર, 2023ના રોજ, રાત્રે 11:32 વાગ્યે, નેપાળમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 157 લોકો મૃત્યુ પામ્યા. ત્યારબાદ દિલ્હી-NCR સિવાય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભારતમાં કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી.

આ પછી 6 નવેમ્બરે ફરી એકવાર દિલ્હી-NCRમાં સાંજે 4.16 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં પણ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 રેટ કરવામાં આવી હતી. જેના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


Share to