નેત્રંગના બે યુવાનોએ પોતાના જન્મ દિવસે જરૂરીયાતમંદ શ્રમજીવી પરિવારને ધાબળાનું વિતરણ કયુઁ

Share to
નેત્રંગ તાલુકા મથકના જવાહર વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભંડારી અને ધવલ સુરતીએ પોતાના જન્મ દિવસને સ્પેશ્યલ બનાવી દીધો હતો બંને યુવાનોએ જન્મ દીને આજની યુવા પેઢી જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવા માટે પરીવારના સભ્યો અને મિત્રો સાથે કેક કટીંગ અને અન્ય ખોટા ખર્ચાઓ કરતા હોય છે.પરંતુ નેત્રંગના જવાહર બજારના બંને યુવાનો અને મિત્રોએ પોતાની જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે.શેરડીનું કટીંગ કરતાં ગરીબ જરૂરીયાતમંદ શ્રમજીવીઓ આખો દિવસ સુર્યના ઘમઘમતી ગરમીના પ્રકોપમાં કાળીમજુરી કરીનો ઘરગુજરાન ચલાવે છે.તેવા ગરીબ પરીવારો વચ્ચે જઇને કેકનું કટીંગ કયુઁ અને શિયાળાની ઠંડીમાં રક્ષણ મેળવી શકાય તે માટે ધાબળાનું વિતરણ કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed