માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે DGVCL ના દરોડા………..વૈભવ મેટલ ક્રસર માંથી 1,29 કરોડ ની વિજ ચોરી ઝડપાય

Share to

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવેલ વૈભવ મેટલ ક્રશર માંથી વીજ કંપનીના અધિકારીઓએ રૂપિયા 1,29 કરોડની ઝડપી પાડી હતી દ.ગુ. વિ. કું.લી, બારડોલી વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર અંકુરભાઈ પટેલ તેમજ નાયબ ઇજનેર ટી.કે.ચૌધરી(ટેક) નાં માર્ગદર્શન હેઠળ માંગરોળ પેટા વિભાગીય કચેરી નાં કાર્ય ક્ષેત્રમાં વિભાગીય કચેરી નાં નાયબ ઇજનેર અને જૂની.ઈજનેર ની ટીમ બનાવીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોજે વેરાકુઈ ગામ ખાતે વીજ જોડાણો નાં ચેકીંગ દરમ્યાન વૈભવ મેટલ ક્રસર નામે ગ્રાહક વીજ જોડાણ ધરાવે છે જેમાં પથ્થર ફોડવાનું કામ ક્રસર દ્વારા કરવા માટે 99 કી.વો. નું ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપરથી વીજ જોડાણ આપવામાં આવેલ તે સ્થળ ઉપર ચેકીંગ દરમ્યાન તે ટ્રાન્સફોર્મર સેન્ટર માંથી ડાયરેક્ટ મીટર બાયપાસ કરી એમની પથ્થર ફોડવાની ખાણમાં આવેલ પાણીની મોટરો તેમજ અન્ય વીજ ઉપકરણો ડાયરેક્ટ કેબલ નાખી વીજ ચોરી કરતા રંગે હાથે પકડાયેલ છે. જ્યાં સદર વીજ જોડાણ 99 કી.વો.નું હતું પરંતુ એના ઉપર વધારાનો અનઅધિકૃત 119 કી.વો.લોડ જોડીને કુલ 218 કી.વો. લોડ જોડીને ને વીજ ચોરી કરવામાં આવી રહેલ હતી જેથી અનઅધિકૃત લોડ માટે સદર ગ્રાહકને કુલ રૂપિયા 1.29 લાખ (એક કરોડ ઓગણત્રીસ લાખ ) (આશરે) નું વીજ ચોરીનું બિલ આપવામાં આવેલ છે. ઉપરોક્ત ચેકિંગમાં માંગરોળ પેટા વિભાગીય કચેરી નાં નાયબ ઇજનેર ડી.યું. ઝંખરુવાલા તેમજ જૂની.ઇજનેર ડી. ડી.પટેલ તેમજ સાથી નાયબ ઇજનેર આર.કે.પટેલ બારડોલી ટાઉન તથા નાયબ ઇજનેર જી.જે.પ્રજાપતિ મહુવા પેટા વિભાગીય કચેરી તેમજ જૂની.ઈજનેર શ્રી વી.જે.ચૌધરી મઢી પેટા વિભાગીય વિભાગીય કચેરી અને જૂની.ઈજનેર આર. વી.ગામીત દ્વારા સતર્કતા દાખવી સદર ચેકીંગ દરમ્યાન વૈભવ મેટલ કસર દ્વારા કરવામાં આવતી વીજ ચોરી પકડાઇ હતી.


Share to

You may have missed