September 4, 2024

જૂનાગઢ ના યોગેશભાઇ મેવાડા નીફોરવ્હીલ Brezza કારની ચાવી રસ્તા પર ક્યાંક પડી ગયેલ હોયગાડી ચોરી થઈ જવાનો ડર પણ હતો પરંતુ આ ચાવી જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં ચાવી શોધી રીકવર કરી અરજદારને પરત કરી

Share to

જૂનાગઢ પોલીસે અરજદારની Brezza કારની ચાવી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

અરજદાર યોગેશભાઇ મનસુખભાઇ મેવાડા જૂનાગઢના વતની હોય, યોગેશભાઇ PGVCL ઓફીસ આઝાદ ચોકથી ચાલીને પોતાની ફોરવ્હીલ તરફ જતા હોય તે દરમ્યાન તેમની Brezza કારની ચાવી રસ્તા પર ક્યાંક પડી ગયેલ હોય યોગેશભાઇએ આજુબાજુ તપાસ કરેલ પરંતુ ચાવી મળેલ નહિ* આગળ શું કરવુ તેની સમજ ન પડતા તેઓ પોતાની ફોરવ્હીલ ત્યાં જ રાખીને જતા રહેલ હોય ચાવી ક્યા ખોવાઇ હશે આ બાબતથી યોગેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો. કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, રાહુલભાઇ મેઘનાથી, સુખદેવભાઇ કામળીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી યોગેશભાઇની ફોરવ્હીલ જે જગ્યાએ પાર્ક કરેલ હતી તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા યોગેશભાઇના ખિસ્સામાંથી આ ચાવી પડતી હોવાનું સ્પષ્ટ નજરે પડેલ અને થોડા સમય બાદ આ ચાવી એક અજાણ્યો ઓટો રિક્ષા ચાલક ઉઠાવીને જતો હોય તેવુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-08-AT-0401 શોધેલ.*

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે ચાવી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇની Brezza કારની ચાવી શોધી રીકવર કરી પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને યોગેશભાઇ મનસુખભાઇ મેવાડાએ જણાવેલ કે તેમને આ ચાવી પરત મળે તેવી આશા પણ ના હતી, અને તેમને લોક બદલાવો પડે તેવી સ્થિતિ હોય અને ખુબજ ખર્ચ વધી જાય તેમજ કોઈ પાસે ગાડીની ચાવી હોય તો ગાડી ચોરી થઈ જવાનો ડર પણ હતો પરંતુ આ ચાવી પોલીસે શોધી આપતા ખુબજ તેમણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇ મનસુખભાઇ મેવાડાની Brezza કારની ચાવી શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed