December 5, 2024

જય સીયારામ, વંદેમાતરમ ના જયધોષ સાથે ડીજેના તાલે યાત્રા નગરના તમામ વિસ્તારોમા ફરી ધરે ધરે કળશ પુજન થયુ

Share to

નેત્રંગ નગર મા અક્ષત કળશ યાત્રા નુ ભવ્ય સ્વાગત થયુ.



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૧-૦૧-૨૪.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિમિઁણ થઇ રહેલ ભવ્ય શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય અક્ષત કળશ યાત્રા દેશ ભરમા ફરી રહેલી આ યાત્રા નેત્રંગ નગર મા જીનબજાર ( ટેકરાવાળા ) રામજી મંદિરે આવી પહોંચતા નગરના સમસ્ત હિન્દુ સમાજ વતી ભવ્ય સ્વાગત થયુ હતુ. રામજી મંદિર ખાતે પ્રથમ કળશ પુજન અને આરતી બાદ કળશ યાત્રા જયસીયારામ, જયબજરંબલી,વંદેમાતરમ ના જયધોષ સાથે ડીજેના તાલે યાત્રા રામજી મંદિર થી નિકળી ગાંધીબજાર , જલારામ મંદિર થઇ યાત્રા. જવાહરબજાર ખાતે પહોંચતા ચિરાગભાઈ સોની તેમજ જવાહરબજાર યુવક મંડળ ના યુવાનાઓએ યાત્રાપર પુષપવષાઁ કરી તેમજ ફટાકડાની આતશબાજી કરી ભવ્ય સ્વાગત કયુ હતુ.
યાત્રા કોસ્યાકોલા, મોવીરોડ, ચાર રસ્તા. લાલમંટોડી,જુના નેત્રંગ ફરી યાત્રા રામજી મંદિર પરત આવક હતી.યાત્રા અયોધ્યા થી આવેલ શ્રી રામલલાની પુજા કરેલ પ્રસાદી રૂપ અક્ષત ધરે ધરે પહોંચાડી હતી. રહીશો દ્રારા કળશ પુજન ઠેરઠેર કરવામા આવ્યુ હતુ આ યાત્રામા મોટી સંખ્યામા નવ યુવાનો સહિત રામ ભક્તજનો જોડાયા હતા.

નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ તેમજ સ્ટાફ થકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed