જૂનાગઢના વિસાવદરમાં ખ્યાતનામ ડોક્ટર દ્વારા બધા જ પ્રકારના રોગો અને વિના મૂલ્ય નિદાન કરવામાં આવ્યું જેમાં
વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી બહોળી સંખ્યામાં દર્દીઓએ વિના મૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો. હતો વિસાવદર લાયન્સ કલબ તેમજ ગાઠાણી સાર્વજનિક હોસ્પિટલ વિસાવદર દ્વારા ગાઠાણી સાર્વજનિક હોસ્પિટલ ના ઉપક્રમે લાયન્સ કલબ વિસાવદર ના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ પૂજય વંદનીય શ્રી વિરૂમલભાઈ મુલચંદભાઈ ખુહા ની પૂણ્ય સ્મૃતિમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ, સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણી, ટ્રેઝરર લાયન શરદભાઇ ભટ્ટ તેમજ આઈ. પી. પી. લાયન ચંદ્રકાન્ત ખુહા ના સંયુક્ત આર્થિક સહયોગથી વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક આયોજન થયેલ. જેમાં વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના દરદીઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. કેમ્પ દરમિયાન ડૉ. રાહુલ હુંબલ , ડૉ. સોહમ બુચ, ડૉ. મૌલિક ભાલોડિયા, ડૉ. આર્વી કૌર (બુચ), ડૉ. કલ્પેશ રામોલીયા તેમજ ડૉ. આકાશ મહેતા સહિતનાએ પોતાની બહુમૂલ્ય સેવાઓ આપેલ.કેમ્પ આયોજનમા જુનાગઢ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કૈલાસભાઈ અડવાણી, વિસાવદર ગાઠાણી સાર્વજનિક હોસ્પિટલના વ્યવસ્થાપક અતુલભાઈ શાહ સહભાગી બનેલ તેમજ વિસાવદર ગાઠાણી સાર્વજનિક હોસ્પિટલ સ્ટાફ, જુનાગઢ થી આવેલ સહયોગી મેડિકલ સ્ટાફ વિવેક સ્વગલાણી, આશિષ કિશનાણી, હાર્દિક બદાણી સહિતનાએ પોત પોતાની સેવાઓ આપેલ. કેમ્પ ના શુભારંભ પ્રસંગે વિસાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા,વિસાવદર માનવ સેવા સમિતિ ના પ્રેસિડેન્ટ રમણીકભાઈ દુધાત્રા, વિસાવદર શહેર ભાજપ પૂર્વ મંત્રી પ્રફુલ્લભાઈ જોશી, વિસાવદર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચંન્દ્રેશ વાવેચા તેમજ જગદીશભાઈ ખુહા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત સૌએ આ સેવાકાર્ય ને બિરદાવી આ કેમ્પ ના આયોજકોને અભિનંદન પાઠવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.