જૂનાગઢના ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસ સંકજામાં

Share to



જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી સેવા સહકારી મંડળી માંથી આરોપીઓએ એકબીજા સાથે મિલી ભગતથી હોદાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવા પાત્ર ધીરાણ આપી તેમજ 23 સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજુર ન થયા હોવા છતાં શાખપત્ર મંજુર કર્યા વગર , ખોટા હિસાબો તરીકે બેન્ક સમક્ષ રજુ કરી કુલ 2 કરોડ 56 લાખ 91 હજાર 200ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળી ના મંત્રી રોહિત અમૃતલાલ તેમજ પૂર્વ પ્રમુખ ધીરુ ઠુમરની ધરપકડ ધરપકડ કર્યા બાદ રજૂ કરવામાં આવતા હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે બંને આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરી ભેસાણ પીએસઆઇ ડી કે સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે
જ્યારે ભેસાણ શાખાનો મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસીયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to