October 17, 2024

સાચો હિન્દુસ્તાની ૩૧ ડિસેમ્બરે નવાવષઁની ઉજવણી કરે નહી : સાંસદ મનસુખભાઇ વસાવા

Share to



* ઉધોગપતિ-પ્રવાસીઓ માટે ગાંધીનગરમાં સરકારે વાઇનની છુટ આપી

* સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતારામાં દારૂબંધી હટાવાનો નિણઁય સરકાર કરશે



નેત્રંગ તાલુકાના મૌઝા ગામે યોજાયેલ સેવાસેતુના કાયૅક્રમ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં યોજાયો હતો.જેમાં રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજાનાનો છેવાડાના ગામો સુધી પહોંચાડવા સાંસદે પદાધિકારીઓ-અધિકારીઓ સુચનો આપ્યા હતા.મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે,સાચો હિન્દુસ્તાની ૩૧ ડિસેમ્બરે નવાવષઁની ઉજવણી કરવી જોઈએ નહીં.કારણ કે ભારતીય સંસ્કૃતિ મુજબ નવુ વષઁ દિવાળીના તહેવારના બીજા દિવસે સુયૉદય થતાં જ થાય છે.અંગ્રેજોના સમયથી દેશભરમાં ૩૧ ડિસેમ્બરને નવા વષઁની ઉજવણી કરવાનું થોપી બેસાડવામાં આવ્યું છે.ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.ઉધોગપતિઓ-પ્રવાશીઓ ગાંધીનગર ગિફ્ટ સીટીની મુલાકાત કરે છે.તમામ મુલ્યાંકન-નિરીક્ષણ-મુલ્યાંકન બાદ વાઇનના સેવનની છુટ અમુક માત્રમાં આપવામાં આવી છે.દારૂના સેવન યુવાપેઢી માટે યોગ્ય નથી.ગુજરાત રાજ્યમા પ્રવાસન સ્થળ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારામાં દારૂબંધી હટાવાનો આખરી નિણઁય રાજ્ય સરકાર કરશે તેવું સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed