September 4, 2024
Share to

  • નેત્રંગમાં ભરૂચ SP મયુર ચાવડાની આગેવાનીમાં લોકદરબાર યોજાયો
  • પો.સ્ટેશનનું વાષિઁક ઇન્સ્પેક્શન કામગીરીનું નિરીક્ષણ કરાયું




ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને ભરૂચ જીલ્લાનું અતિસંવેદનશીલ નેત્રંગ પો.સ્ટેશનનું વાષિઁક ઇન્સ્પેક્શનમાં પોલીસતંત્રની કામગીર નિરીક્ષણ-મુલ્યાંકન કરાયું હતું.ત્યારબાદ નેત્રંગ તાલુકા મથકે આવેલ સ્વામીનારાયણ મંદિર,ગાંધીબજાર બજારનના ડબ્બા ફળીયા અને કાકડકુઇ ગામે યોજાયેલ લોકદરબારના કાયઁક્રમ યોજાયો હતો.

ભરૂચ SP મયુર ચાવડા સામે નેત્રંગ પો.સ્ટેશનમાં પીએસઆઇ પોસ્ટને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેકટરની પોસ્ટ આપવા,ટ્રાફિક સમસ્યા,મહિલા સુરક્ષા અને ખાલી પડતી પોલીસ કમઁચારીઓની ભરતી બાબતે ગ્રામજનોએ રજુઆત કરી હતી.ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબે તમામ પ્રશ્નોનો હકારાત્મક-સંતોષકારક પ્રતિઉત્તર આપ્યો હતો.જે દરમ્યાન અંકલેશ્વર સીપીઆઇ મહેરીયા ,પીએસઆઇ આર.આર ગોહિલ ,ગ્રા.પંચાયતના સરપંચો,રાજકીય-સામાજીક આગેવાનો અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed