મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત ‘National Cooperative Dairy Federation of India (NCDFI) ના મુખ્યાલયના શિલાન્યાસ તેમજ ઇ-માર્કેટ એવોર્ડ-2023 સમારોહ સમારોહમાં સહભાગી થયા હતા.

Share toઆ અવસરે મહાનુભાવો દ્વારા NCDFI ની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સાથે જ દેશની વિવિધ દૂધ ઉત્પાદક સંસ્થાઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ NCDFI ઇ-માર્કેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે સહકારી પદ્ધતિએ દૂધ ઉત્પાદનના ફાયદા ગણાવતાં જણાવ્યું કે દેશમાં કોઓપરેટીવ ડેરી સેક્ટરે બહુઆયામી લક્ષ્યોને સિદ્ધ કરેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શન હેઠળ દેશના કો-ઓપરેટિવ સેક્ટર પ્રગતિનાં નવા શિખરો સર કરી રહેલ છે. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ અને પશુપાલનની સાથોસાથ દૂધ ઉત્પાદનના ક્ષેત્રને ભારતના અર્થતંત્રનું અભિન્ન અંગ ગણાવી પશુપાલન, ખેતી, દૂધ ઉત્પાદન-વેચાણમાં અમૃત ક્રાંતિ લાવીને વિકસિત ભારતનું નિર્માણ કરવા બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Share to