જૂનાગઢ.ના ઝાંઝરડા, જોષીપરા અને સુખપુર ગામના ખેડૂતો ને ટાઉન પ્લાન સ્કીમ ખેડુતોના વાંધા સુચનો ગ્રાહય રાખીટી.પી.સ્કીમ રદ કરવા કમીશ્નર સાહેબ અને જુડા ચેરમેન મ,ન,પા, ને આવેદન પત્ર આપ્યું

Share to
જુનાગઢ મહાનગરપાલીકા ૨૦૦૪ માં બન્યુ. ત્યારે અમોને ઝાંઝરડા, જોષીપરા અને સુખપુર ગામના ખેડુતોને વસ્તી ગણતરીની જરૂરીયાત માટે મહાનગરપાલીકામાં ભેળવેલ છે. પરંતુ આજે ૨૦-વર્ષ જેવો સમય વિતી ગયો પણ પ્રાથમિક સુવીધા વીધા પીવાનું શુધ્ધ પાણી, રસ્તા કે ગટર, શિક્ષણ કે આરોગ્ય, લાઈટ જેવી સુવીધા મળી નથી. માત્ર મસમોટા વેરા ઉઘરાવવા તે પણ નિયમ વિરૂધ્ધ છે. બી.પી.એમ.સી. કાયદા નિયમ પ્રમાણે જે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પુર્ણ થયા બાદ હાઉસટેક્ષ ઉઘરાવી શકાય, જેથી નીચે મુજબની માંગ છે.

જુનાગઢ મહાનગરપાલીકાની ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની ગામતળની અને સીમતળની ખેતીની જમીન ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-૧૯૭૬ ના ટાઉન પ્લાન સ્કીમ ખેડુતોને આર્થિક રીતે ખુબજ નુકશાનકારક હોય તેથી રદ્દ કરવાની માંગ છે. આ ટી.પી. સ્કીમમાં ખેડુતોની ૪૦% (ચાલીસ ટકા) જમીન કોઈપણ વળતર વગર છીનવી લેવામાં આવે છે. તો અમો ખેડુતોને પડવળે તેમ નથી. આ ૪૦% જમીન ઓછી થાય તો અમારી આજીવીકા ચલાવવામાં મુશ્કેલી થાય તેમ છે. તેથી આ ટી.પી.સ્કીમ રદ્દ કરવાની માંગ છે.જુનાગઢ મહાનગર ૨૦-વર્ષ થવા છતાં ઝાંઝરડા ગામને પીવાનું શુધ્ધ પાણી, પ્રાથમિક સુવિધા, આરોગ્ય, ગટર, રોડ, શિક્ષણ જેવી ડી.પી. સુવિધા પુરી થયેલ
નથી. તેમ છતાં તમામ પ્રકારના ટેકસ વસુલાય છે માટે પ્રથમ સુવિધા આપવી જોઈએ એટલે કે ડી.પી. પુરૂ કરવું જોઈએ પછી ટી.પી. લાગુ કરવું જોઈએ હાલની તકે ટી.પી. સ્કીમ રદ્દ કરવી.
જે ભુંગભ ગટરનું કામ ચાલુ છે ત્યારે ગમે ત્યાં આડેધડ રોડ ખોડીને મસ મોટા ખાડા કરી કોન્ટ્રાકટર દ્વારા આમ જનતાને હાલવા-ચાલવામાં ખુબ જ મુશ્કેલી સર્જાય છે અને લોકોના જીવ પણ જાય છે, આવી સ્થિતીાં કામની ગતિ લઈ આવવી જોઈએ અને આ ઈન્ટનલ ગટરના પાઈપ, પીવીસીના નબળી ગુણવતાવાળા છે જે તુટી જાય તેમ છે અને હાલમાં ચાલુ કામે પણ ગટર ઉભરાય અને રોડ ઉપર ગંદુ પાણી વહે છે અને લોકોને ત્રાસજનક સ્થિતિમાં મુકી દીધા છે, જેથી આ પાઈપ લોખંડ અથવા સીમેન્ટના મોટા પાઈપ નાખવા તથા અને એર બોકસ મુકવા. જેથી ભવિષ્યમાં ગટર ભરવાના પ્રશ્નો રહે નહી તેવી નકકર કામગીરી કરવી.
ઝાંઝરડા ગામનું શિક્ષણ પ્રાથમિક શાળામાં હાલમાં ધોરણ-૧ થી ૮ સુધીનો જ અભ્યાસ હોય ત્યારે ધોરણ-૧૦, ૧૧, ૧૨ ની સુવિધા આપવી.માનવ જીવનમાં આરોગ્ય માટેની દવાખાનાની સુવિધા હોવી જોઈએ જે નથી એટલે અર્બલ હેલ્થ સેન્ટર ઝાંઝરડા ગામને ફાળવવું તથા આરોગ્ય માટેની તમામ સુવીધા ઉપલબ્ધ કરાવવી.
ઝાંઝરડા ગામની બંને બાજુ ખુલ્લી ગટરનું ગંદુ પાણી જુનાગઢથી ઝાંઝરડા ગામ સુધી હોકળામાંથી જાય છે તે મચ્છર, વંદા, ઉંદર, સાપ જેવા જીવોનો ઉપદ્રવ થાય છે. જેનાથી લોકોનું સ્વાસ્થય જોખમાય છે તેની સાફ સફાય નિયમીત થવી જોઈએ, ગંદા પાણી ભરેલા રહે છે તેના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવી જોઈએ.
ઝાંઝરડા ગામની રેવન્યુ સર્વે નં.૪ ગૌચરની જે જમીન આવેલી છે તે હિન્દુસ્તાન થયું તે વખતની આ ગામને ગાયોનું પાલન પોષણ અને ભરણ પોષણ કરવા આબાદ
અધીકાર એટલે કે અનામત રાખવી કારણ કે, નિયમ મુજબ અમારે ઝાંઝરડા ગૌચરની ૪૦૦-વિદ્યા જમીન છે તેને એનકેન પ્રકારે ખરાબો કરીને તેનો દુર ઉપયોગ થયો છે નગરપાલીકામાં ઠરાવો કરી એનકેન પ્રકારે આ ગૌચરની જમીન ગેરકાયદેસર રીતે ઠરાવો કરી બીજા હેતુ માટે ઉપયોગ કરીને જે કાર્યવાહી થઈ છે તેના તમામ ઠરાવો રદ કરવા અમારા ગામની માંગણી મુજબ ઝાંઝરડા ગૌચર સ.નં.૪ ની ૪૦૦-વિદ્યા ગૌચર હેતુની રહેશે કારણ કે ૩૦૦ ગાયો છે તેના ભરણ-પોષણ માટેની આ જગ્યા પરત ગૌચર હેઠે આવે તેવી અમારી માંગણી છે.ઝાંઝરડા ગામમાં પીવાના પાણીની જે વિતરણ વ્યવસ્થા છે તે ગ્રામપંચાયત વખતની જુનુ કુવો, હોકળામાં બોર અને જુની પાઈપ લાઈન છે. પંચાયત માત્ર વર્ષના ૫૦/- રૂપીયા પાણી વેરો વસુલતી તે વ્યવસ્થાનો મહાનગરપાલીકા હાલમાં રૂપીયા ૧,૨૦૦/- વસુલે છે છતાં પાણી નળમાં નથી આવતું. જયાં-ત્યાં વાલ લીકેઝથી પુરા ફોસથી પાણી પણ નથી મળતું. તમામ લાઈનો નવી ગેલ્વે.લાઈન નાખીને નર્મદાનું શુધ્ધ પીવાનું પાણી આપવાની માંગ છે.
ઉપરોકત રજુઆતને ધ્યાનમાં લઈને પહેલા પ્રાથમીક સુવીધા ઉપલબ્ધ કરો અને હાલમાં ટી.પી.સ્કીમની નોટીશો પરત ખેંચવી, ખેડુતોના વાંધા સુચનો ગ્રાહય રાખી ખેડુતોના વિશાળ હીત માટે સરકારમાં યોગ્ય રીપોર્ટ ભરીને આ ટી.પી.સ્કીમ રદ કરવાની અમારી માંગ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દુરદશી ન્યુઝ


Share to