ઝગડીયા 13-12-23
ભરુચ જિલ્લામાં સૌ પ્રથમવાર તારીખ-17મી ડિસેમ્બર અને રવિવારના રોજ 10 કલાકે ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમસ્ત વસાવા સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં આદિવાસી સમાજના સાંસદ અને ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના તમામ સભ્યોને આયોજક અને સમસ્ત વસાવા સમાજ ગુજરાત ચંદ્ર્કાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.આયોજિત કાર્યક્રમ મા ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે તેમ આયોજકો એ જણાવ્યું હતું આ કાર્યક્રમની બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
DNSNEWS *વિજય વસાવા નેત્રંગ*